સરકારી શાળાઓના મર્જર મામલે શિક્ષણમંત્રીએ કહ્યું કે...

૩૦ થી ઓછા વિદ્યાર્થીઓ વાળી શાળાઓ માટે 

સરકારી શાળાઓના મર્જર મામલે શિક્ષણમંત્રીએ કહ્યું કે...

Mysamachar.in-ગાંઘીનગર:

૩૦ કે તેથી ઓછા વિધાર્થીઓ ધરાવતી સરકારી શાળાઓને આસપાસની અન્ય શાળાઓમાં મર્જ કરવાના નિર્ણય પર આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેટલીક સ્પષ્ટતાઓ પત્રકાર પરિષદમાં કરી હતી, શિક્ષણમંત્રીએ કહ્યું કે શાળાને મર્જર કરવા મુદ્દે સરકાર ઉતાવળ નહીં કરે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લઈ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેવોએ કહ્યું કે  એક કિલોમીટર અંદર આવતી શાળાનું મર્જર કરાશે. આ સાથે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે વાજબી રજૂઆત હશે તો જ ફેર વિચારણા પણ કરવામાં આવશે. વધુ વાતચીતમાં શિક્ષણમંત્રીએ શિક્ષકોને સલાહ આપતા કહ્યું કે કામ પ્રત્યે કમિટમેન્ટ અને ઈનવોલ્વમેન્ટ હોવું જરૂરી છે.