ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ પતિ-પત્ની વચ્ચે બન્યો આવો બનાવ

મેટ્રોસીટીની છે ઘટના..

ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ પતિ-પત્ની વચ્ચે બન્યો આવો બનાવ

Mysamachar.in-અમદાવાદ:

ગઈકાલે ફ્રેન્ડશીપ ડે હતો,અને છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ફ્રેન્ડશીપ ડે,વેલેન્ટાઇનડે સહિતના દિવસોનું મહત્વ યુવાઓમાં વધવા લાગ્યું છે,એવામાં મેટ્રોસીટી અમદાવાદમાં પતિ-પત્નીનો ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ બબાલનો મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે,શહેરના બોપલ વિસ્તારમાં રહેતી એક  યુવતીએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.યુવતી ફ્રેન્ડશીપ ડે ના દિવસે તેના મિત્રોને એક કાફેમાં મળવા ગઇ હતી. તે તેના ઘરેથી નીકળી ત્યારથી જ તેનો પતિ તેનો પીછો કરતો હતો. અને કાફેમાં પહોંચ્યા બાદ પતિએ પત્નીના મિત્રોને પત્ની માટે અશોભનીય શબ્દો કહેતા પત્નીએ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ આ મામલો ગરમાઈ જવા પામ્યો હતો,

વર્ષ ૨૦૧૬માં આ યુવતીના એક યુવક સાથે લગ્ન થયા હતા.પણ લગ્ન બાદ પતિ તેને માનસિક ત્રાસ આપતો હતો. જેથી યુવતીએ તેના પતિ સામે બોપલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેના પિતા સાથે અલગ રહેતી હતી.અને આ કેસ કોર્ટમાં હાલ ચાલી રહ્યો છે,. તેવામાં ગઈકાલે  ફ્રેન્ડશીપ ડે ના દિવસે યુવતી તેના મિત્રોને મળવા એક કેફે પહોંચી હતી.જ્યાં તેના પતિએ તેની પત્નીના પૂરૂષ મિત્રોને જોઇને લાલઘૂમ થઇ ગયો. પત્નીના મિત્રોને બોલ્યો કે, આને સમજાવો બીજા છોકરાઓને મળવા જતી હતી કે તમને મળવા આવી હતી, અને પોતાની પત્ની વિષેજ ના બોલવાના શબ્દોનો પ્રયોગ કરતાં યુવતી પોલીસ મથક ખાતે પહોચી હતી.જ્યાં પોલીસે તેણીની ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે.