વાવાઝોડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે...

મંત્રીઓને પણ જીલ્લોમાં મોકલવામાં આવશે..

વાવાઝોડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે...

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યના હવામાંન વિભાગ દ્વારા વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર એલર્ટ થઇ ચુકી છે,ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આવતીકાલે જે કેબિનેટ મળશે તે પણ આ અંગેની જ રહેશે..અને ત્યારબાદ બધા મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં સ્ટેન્ડ ટુ કરવામાં આવશે,જે કલેક્ટરો રજા પર હતા તેવોને તાત્કાલિક પોતાની ફરજ ના સ્થળે હાજર થઇ જવાના હુકમો પણ કરી દેવામાં આવ્યા છે,અને તમામ સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે,આ વાવાઝોડાથી  નુકશાનીને ધ્યાને રાખીને વધુ સચેત રહીને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું હતું..