રેતીચોરીના રેકેટ પર ASPની ટીમનો સપાટો,ખાણખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું..

ઉંડનદીમાં થતી હતી ચોરી

રેતીચોરીના રેકેટ પર ASPની ટીમનો સપાટો,ખાણખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું..
ASP સંદીપ ચૌધરી

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના ધ્રોલ અને જોડિયા તાલુકામાં લાંબા સમયથી રેતીચોરીના રેકેટ ધમધમી રહ્યા છે,છતાં પણ જેની પ્રથમ ફરજ છે તે ખાણખનીજ વિભાગ સામે અવારનવાર આક્ષેપો થયા છે,છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી,એવામાં આજે વહેલી સવારના સમયે જામનગર એએસપી સંદીપ ચૌધરી સહિતની ટીમે આ વિસ્તારમાં સપાટો બોલાવી અને લાખોની કિમતના વાહનો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી શરુ કરી છે,

લાંબા સમયથી ઉંડ નદી અને આસપાસના વિસ્તારોમાં લીઝ વિના રેતીચોરીનું એક સુવ્યસ્થિત રેકેટ ચાલી રહ્યું છે,ત્યારે આજે વહેલીસવારના સમયે જામનગર એએસપી સંદીપ ચૌધરી દ્વારા ટીમ સાથે જોડિયા વિસ્તારમાં આકસ્મિક સપાટો બોલાવવામાં આવતા રેતી ભરેલા ૮ અને ૬ ખાલી એમ કુલ ૧૪ ડમ્પર,૨ ટ્રેક્ટર,૧ જેસીબી સહીત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યા બાદ આ અંગેની જાણ ખાણખનીજ વિભાગને કરવામાં આવતા અત્યારસુધી નિંદ્રાધીન રહેલા ખાણખનીજ વિભાગે વધુ કાર્યવાહી શરૂ કરી છે.