લાખોટા તળાવનીપાળ પર શ્વાન પણ વોકિંગ અને આરામ કરવા આવે છે.?

લે..બોલો..

લાખોટા તળાવનીપાળ પર શ્વાન પણ વોકિંગ અને આરામ કરવા આવે છે.?

Mysamachar.in-જામનગર:

જામનગરની લાખોટા તળાવની પાળ અનેક વિવાદો ને અંતે કરોડોનો ખર્ચ કર્યા બાદ નવી તો બની ગઈ.. લાખોટા તળાવની ફરતે વોકિંગ કરવા આવતા લોકો માટે સિન્થેટીક જોગિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે, અને સમગ્ર પરિસર સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી થી સજ્જ છે, પણ કોણ જાણે કેટલાક દિવસોથી અહી વોકિંગ કરવા આવનાર લોકો સાથે શ્વાનો પણ જે રસ્તે રજળે છે તે પણ વોકિંગ કરવા અને આરામ કરવા આવતા હોવાના કેટલાક ફોટોગ્રાફ્સ માયસમાચારના વ્યુઅર્સ દ્વારા મોકલવામાં આવ્યા છે, અને તેના દ્વારા એવી લાગણી પણ વ્યક્ત કરાઈ છે કે કરોડોનો ખર્ચ કરીને મનપા જોઈએ તેટલી સારસંભાળ આ સ્થળની નથી રાખતી અને કદાચ એટલે જે આવી રીતે શ્વાનો પણ અહી પહોચી રહ્યા છે.હા એક તો બોર્ડ પણ મારવામાં આવ્યું કે “પેટ્સ નોટ અલાઉડ”કોઈ પોતાના પાળતું પશુઓને લઈને આવે તો મનાઈ તો પછી અહી શ્વાનો કેમ આવી જતા હશે..?