જુના શહેરના ૨૦,૦૦૦ બાંધકામોની મજબુતી ચેક થવી જરૂરી

આ બાબતો પણ ધ્યાનમાં લેવા જેવી...

જુના શહેરના ૨૦,૦૦૦ બાંધકામોની મજબુતી ચેક થવી જરૂરી

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર રાજાશાહી વખતનુ જુનુ નગર છે, અને રહેણાંક સહિત લોકો નિયમીત ઉપયોગમા લેવાતા હોય તેવા સીતેર થી માંડી એકસો વર્ષ જુના વીસ હજારથી વધુ સ્ટ્રક્ચર છે, છતા એસ્ટેટ ટીપીઓ વર્ષોથી સો જેટલા બીલ્ડીંગને નોટીસ આપી બેસી જાય છે, આવા નબળા કે જોખમ ધરાવતા બાંધકામોની સંખ્યા વાસ્તવીક રીતે ઘણી વધુ છે, તેમ ઇજનેરો જણાવે છે, જો કે જામનગરમા જુના-નવા સરકારી ખાનગી ઘણા એવાય અનેક બાંધકામ છે, જેની સ્ટ્રક્ચર સ્ટેબીલીટી સરાહનીય છે પરંતુ દરેક કિસ્સામા આવુ નથી તે પણ વાસ્તવિકતા છે.,

-ભુકંપ ઝોન ધ્યાને લેવો જરૂરી.
જુના ગામોના જ નહી પરંતુ નવા વિસ્તારોમા પણ પચ્ચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષ જુના બાંધકામોમાંથી પણ અમુક ઇન્સ્પેક્શન ને પાત્ર છે, કેમ કે સીસ્મીક ઝોન ચારમા આવતા આ વિસ્તારમા બંધકામ- સ્ટ્રક્ચરની મજબુતાઇનુ વધુ ધ્યાન રાખવુ આવશ્યક છે, અમસ્તુય સ્ટ્રક્ચર એક્સપર્ટોના જણાવ્યા મુજબ પાંત્રીસ વર્ષ થાય એટલે ફરજીયાત સ્ટ્રક્ચર ચેક કરી રીનોવેશન  રીટ્રોફીટીંગ વગેરે કરાવવા જોઇએ.

-પાયાની મજબુતાઇ વગર વધુ બાંધકામ જોખમી.
જુના બાંધકામ વર્ષો પહેલા જે તે વખતની જરૂરિયાત મુજબના પાયા ઉપર થયા હોય  જમીન પોચી છે કે સખત પાયો કેટલો ઉંડો છે કેટલુ બાંધકામ ખમી શકે તેમ છે તે ચેક કરાવ્યા વગર મકાન ઉપર બાંધકામ કરવુ જોખમી બની શકે છે જુના ગામમા જ્યારે આવા કિસ્સા બનતા હોય તો મંજુરી આપતી વખતે તંત્રએ માત્ર જડ કાર્યવાહીને વળગી રહેવાના બદલે નૈતિક ફરજ સમજી આસામીને સમજણ આપવી જરૂરી છે.

-દરેક નવા બંધકામ મજબુત છે તે માની લેવુ નહી.
દરેક નવા બાંધકામ મજબુત જ હોય છે તેવુ માનવા ને કોઇ કારણ નથી કેમકે કોમર્શીયલ હેતુથી બનેલા મકાન દુકાન ફ્લેટ ઓફીસ વગેરેમા પાયો મટીરીયલ અને બાંધકામ નિયમોના પાલન સંપુર્ણ પણે થયો ન હોય તો પાંચ દસ પંદર વીસ પચ્ચીસ વર્ષમા પણ બાંધકામ નબળુ પડી જાય માટે સ્ટ્રક્ચર મજબુતાઇનો  સીવીલ ઇજનેરોનો અભિપ્રાય સલામતીરૂપ બની શકે છે, કેમ કે ટેનામેન્ટ કે દુકાન ખરીદ્યા બાદ તેની ઉપર જરૂર પડ્યે બાંધકામ તકેદારી સાથે જ કરવુ જોઇએ નગરમા અમુક શોપીંગ સેન્ટરોમા કે એપાર્ટમેન્ટમા મુળ મંજુરી બાદ ઉપર વધુ બાંધકામ થતા હોવાના કિસ્સાઓ જાહેર રોડ ઉપર ધમધમતા વિસ્તારોમા જોવા મળે જ છે, અથવા  મંજુર પ્લાન મુજબ દર વખતે બાંધકામ થયા જ હશે તેવી ગેરંટી નથી અને તંત્રને પણ ખાસ પરવાહ નથી માટે લોકોએ જ પોતાના રહેણાક દુકાન ફ્લેટ ઓફીસની મજબુતાઇ માટે જાગૃત રહેવુ પડશે કે મજબુત પાયા વગર માળખુ ખડકાય તો ગયુ નથી ને? સાથે સાથે નજીકમા તળાવ ડેમકેનાલ ચેકડેમ કુવા વગેરેના પ્રવાહો તો તળમાંથી જોખમી રીતે પસાર થઇ રહ્યા નથી ને ઉપરાંત બેઝની જાડાઇથી વધુ ઉપરની દિવાલો નથી ને જમીન ની હાર્ડનેસ સોફ્ટનેસ ધ્યાને લેવાય છે કેમ તેવી અનેક બાબતો જોવી પડશે જાણવી પડશે સલામતી માટે તેમ પણ નિષ્ણાંતો ઉમેરે છે.