પાઇપલાઇનમા કોન્ક્રીટ અને બેક ફીલીંગ થયું કે કેમ.? અધિકારીઓ પાસે શા માટે સ્પષ્ટ જવાબ નથી...

સૌનીની સ્ફોટક વિગતો આવી રહી છે બહાર

પાઇપલાઇનમા કોન્ક્રીટ અને બેક ફીલીંગ થયું કે કેમ.? અધિકારીઓ પાસે શા માટે સ્પષ્ટ જવાબ નથી...

Mysamachar.in-જામનગર: 

હાલના વડાપ્રધાન નરેન્દ્ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને ભારે વખાણવાલાયક કહી શકાય તેવી સૌની યોજનાના પાઈપો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જિલ્લામાં અને કૃષિમંત્રી આર.સી.ફળદુ ના વતન કાલાવડના ગામોમાં ખુલી અને પાપ જાણે છાપરે ચઢીને પોકારી રહ્યું હોય તેમ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગત છતી કરી રહ્યા હોય તેમ બહાર આવી રહ્યા છે, છતાં પણ અધિકારીઓ રીતસરના એજન્સીઓના બચાવપક્ષે ઉતરી આવતા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર પાણી ફરવા લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે,

ત્યારે સિંચાઇ વિભાગના આધારભૂત સુત્રો માયસમાચાર ને માહિતી આપે છે કે આ કામમાં મોટી ગોબાચારી આચરવામાં આવ્યાની સ્ફોટક વિગતો પહોચતી કરી રહ્યા છે, તે મુજબ જયારે કોઈપણ જગ્યાએ સૌની યોજનાનું કામ ચાલી રહ્યું હોય ત્યારે તેમાં મોટા પાઈપો ફીટીંગ કરી અને જે તે ડેમો સુધી પહોચાડવામા આવે છે, ત્યારે જ્યારે જમીનને ખોદાણ કરી અને પાઈપો ફરી જમીનમાં બેસાડવાની એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ હાલાર સહિતના કામોમાં અનુસરવામાં આવતી નથી,

પાઈપો ને ખોદાણ બાદ જમીનમા બેસાડવાની પદ્ધતિને બેક ફીલીંગ કહેવામાં આવે છે, બેક ફીલીંગ એટલે કે જેમાં ખાડો ખોદ્યા બાદ નીચે ૩૦૦ એમ.એમ.જેટલી પાઈપ નીચે રેતી તે બાદ આજુબાજુની ખાલી જગ્યાઓમાં ઈમ્પોર્ટેડ અર્થ એટલે કે સારી માટી નું બેક ફીલીંગ કરવાનું હોય છે, અને તે મોંઘી પડે એટલા માટે અમુક કામોમાં જે રીતે સુત્રો માહિતી આપે છે તે પ્રમાણે ઈમ્પોર્ટેડ અર્થનો ખર્ચ બચાવવા જમીન ખોદવા સમયે નીકળતી માટીથી જ ફરી પાઈપોની આજુબાજુમાં ફીલીંગ કરી દેવામાં આવે છે,

વધુમાં બીજો અને મહત્વનો મુદ્દો છે કોન્ક્રીટનો...જે રીતે  પાઇપલાઇનો ઉછળીને ઉભરો આવે તેમ બહાર આવી તેમા કોન્ક્રીટના કામ ન થયા  હોય તેવું બને કેમકે જે જે પોઇન્ટ ઉપર કોંક્રીટ કામ કરવાનુ થાય ત્યા ૧ ક્યુબિક મીટર કોન્ક્રીટ  કરવાના ૮ થી ૧૦ હજાર જેટલો રેટ થાય ત્યારે  સુત્રો જણાવે છે કે કોન્ક્રીટના કરી આવી લાઈનોમા કરોડોનું કથિત કૌભાંડ આચરવામાં આવે છે, અને એક વખત લાઈન પેક થઇ ચુક્યા બાદ કોઈ ખોલવા માટે નથી જતું, ત્યારે સંભવત જ્યાં આવા કામ થયા હોય થવા ચાલુ હોય ત્યાં પણ કોન્ક્રીટ ના કરી કરોડો ખિસ્સામાં કોણ પધારાવતું હશે કે બચાવતું હશે.?