અધિકારીઓ પણ સો વાર વિચારેને તલાટીઓએ ઉંબાડીયુ લીધુ કેમ.?

રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં ચર્ચાનો વિષય

અધિકારીઓ પણ સો વાર વિચારેને તલાટીઓએ ઉંબાડીયુ લીધુ કેમ.?

Mysamachar.in-જામનગર:

જામનગર કલેક્ટરેટ તેમજ મામલતદાર કચેરીના અને તાલુકા મામલતદાર કચેરીમાં મળીને અમુક તલાટીઓ પોતાની જાતને કંઇક સમજે છે, અને શક્ય એટલુ તો "લડી" જ લે છે, ઉપરથી ક્લાર્ક કે નાયબ મામલતદારોને જોઈ ઇન્ફીરીયોરિટી કોમ્પ્લેક્સથી પીડાતા હોય છે, ત્યારે હાલ રેવન્યુ ક્લાર્ક અને નાયબ મામલતદારો મોટાભાગના હડતાલ ઉપર છે, ત્યારે કામગીરી ખાસ કરીને કચેરીની જ....ન ખોરવાય તે માટે તલાટીઓને કામ સોંપાયા છે, સત્તા કલેક્ટરે નથી સોંપી ત્યારે જામનગર ગ્રામ્યના મામલતદારે તલાટીઓને કામગીરી વહેંચણી કરી નાયબ મામલતદાર અને ક્લાર્કની કામગીરી સોંપણી નો હુકમ કર્યો છે, સતા સોંપણીનો નહી ત્યાં તો કાર્યક્ષેત્ર ન હોવા છતા બે તલાટીઓ તો પરાક્રમ કરી આવ્યા જો કે બાદમા મોં વકાસી ફરિયાદ પણ કરી આવ્યા.

અરે ભાઇ જોડીયા રેતી ચોરી કૌભાંડ આટલુ ચગે છે, આટલા અધીકારીઓ બઠ્ઠા વળી ગયા કંઇક માથા કે જેને આ લાભ નથી મળતો તેઓ પણ ધમપછાડા કરી આવ્યા દરેકના હાથ હેઠા પડ્યા અને અધીકારીઓ પણ હાથ નાંખતા સો વાર વિચારે છે તો આપણે તો કાલ સવારના સામાન્ય તલાટીઓ છીએ એમ વિચાર્યા વગર કુદી પડ્યા અને ધમકી ખાઇ અપમાન સહન કરી વિલા મોંઢે જાન જેમ લીલા તોરણે પાછી આવે તેમ બે તલાટી પાછા વળ્યા એટલે કે ફાવ્યા નહી પાછા પડ્યા આવી ચર્ચાએ રેવન્યુમા બે દિવસથી જોર પકડ્યુ છે અને આ ઘટના વાયરલ બહુ થઇ છે.

જામનગર ગ્રામ્ય કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા નયપાલસિંહ જાડેજા રેવેન્યુ તથા તલાટી ભરત ઝાલા ગઈકાલે હાઈવે રોડ જાબુંડા ગામથી  જોડીયા તરફ પહોચતા સામેથી આવતી ટ્રક નં. GJ-09-AV-2537 રેતી ભરેલી આવતા તે ટ્રકમા રેતી માટેની જરૂરી રોયલ્ટી ન હોય જેથી હિંદુસ્તાન વે-બ્રીજમા કાંટો કરાવી તલાટીમંત્રી ટ્રકને પોલીસ સ્ટેશને લાવવા ટ્રકમા બેસેલ અને ધુંવાવ ગામની ગોલાઈ નજીક પહોચ્યા ત્યારે એક અજાણ્યા ઈસમ GJ-10-BR-7096 ક્રેટા કારનો ડ્રાઈવરે કારમાથી ઉતરીને અને બેટ સાથે તલાટી મંત્રીનો કોલર પકડી લાફો મારી જબરદસ્તી ગાડીમાથી નીચે ઉતારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળૉ આપી કાળા કલરના બેટ વડે મરવાની કોશીશ કરી અને રકજક કરીને ટ્રક ડ્રાઈવર અને આવેલ મોટર કારના ચાલકે તલાટીમંત્રીઓ પાસેથી ટ્રક છોડાવી લઈ ગયા સબબની ફરિયાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે. જો કે બાહોશ તલાટીઓના મોં વીલા તે વખતે થયા હોય તે સ્વાભાવિક છે,.

ફરિયાદી તલાટીને ક્લાર્ક મહેકમ અને મધ્યાહન ભોજનનુ કામ સોંપાયુ છે, તો તેઓ ટ્રક ચેક કરવા કોને પુછીને ગયા?  આ સતા કોણે આપી? ગયા તો ઉચ્ચ અધીકારીને કોઇને જાણ કરી હતી? ખરેખર શુ હેતુ હતો? કેમ સરકારી કામગીરી માટે બંદોબસ્ત ન માંગ્યો? તપાસના પાવર એક્ઝીક્યુટ થયા હતા કે એમને એમ હરખમા હાલી નીકળ્યા?  આવા અનેક સવાલ આ ઘટનાથી ઉભા થયાનુ સિનિયર રેવન્યુ કર્મચારીઓ જણાવે છે, અને ઉમેરે છે કે આ બંને કર્મચારી અમસ્તાય "બાહોશ" તરીકે ઉભરી આવવા નજરમા આવવા ને  મોટા આસામીઓ તેમજ અમુક ઉચ્ચ અધીકારી કે કર્મચારી જેમની સાથે ટ્યુનીંગ થાય તેમના પ્રિતિપાત્ર થવા માટે થનગનાટ કરતા હોય છે, આ ઉપરાંત પણ કચેરી સ્ટાફ અમુક સેન્સેટીવ બાબતો આ કર્મચારીઓની જણાવી રહ્યા છે, જેની ખરાઇ થયે mysamachar ના વ્યુઅર્સને રોચક બાબતો જાણવા મળશે કે "નાનો પણ રાઇનો દાણો " અમુક સિનિયરોનેય ઘણી બાબતોમા પાછળ રાખી દે છે પરંતુ તે માટે પ્રતિક્ષા કરવી પડશે ઉપરાંત જે ટ્રક ચેક કરવા ગયેલા તે મામલે પણ પરદા પાછળની અમુક વાતો સંવાદો ઇરાદાઓ ઉપર એક જાણકાર વધુ પ્રકાશ પાડવા મોકો શોધી રહ્યાનુ જાણવા મળે છે.