Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની પાંચ આઇટીઆઇમાં એક મહિનામાં 212 લર્નિંગ લાઇસન્સ નીકળ્યા હતા એટલે કે પાંચ આઇ ટી આઇ મા રોજની કુલ આઠ લાયસન્સની એવરેજ છે, આમા આર.ટી.ઓ. એ તો કામનુ ભારણ ઘટાડ્યુ પરંતુ લોકોને ઝડપી કામ નિકાલ ન થઇ રહ્યો હોઇ વેઇટીંગ વધી ગયુ છે, સરકાર દ્વારા લર્નિંગ લાયસન્સ ટેસ્ટની કામગીરી આઇટીઆઇમાં શરૂ કરવામાં આવી છે.પરંતુ અરજદારોના ધસારા સામે ટેસ્ટની મર્યાદીત સંખ્યાના કારણે જામનગરની આઇટીઆઇમાં લર્નિંગ લાયસન્સની ટેસ્ટમાં ઘણા દિવસોનું વેઇટીંગ છે.
આરટીઓમાં કામના ભારણની સાથે ટ્રાફીક હળવો કરવા સરકાર દ્વારા લર્નિંગ લાયસન્સ ટેસ્ટની કામગીરી આઇટીઆઇમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે નવેમ્બર મહીનામાં જામનગર શહેર તથા જોડિયા, કાલાવડ, લાલપુર અને ધ્રોલ આઇટીઆઇમાં કુલ 212 લર્નિંગ લાયસન્સ નીકળ્યા છે. દરેક આઇટીઆઇમાં સુવિધાના પ્રારંભથી જ ટેસ્ટની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે. જેમાં જામનગરમાં લર્નિંગ લાયસન્સ માટે અરજદારના ધસારાની સામે આઇટીઆઇમાં ફકત 24 ટેસ્ટ લેવાતી હોય હાલમાં શહેરની આઇટીઆઇમાં લર્નિંગ લાયસન્સ ટેસ્ટમાં ઘણા દિવસનું વેઇટીંગ ચાલી રહ્યું છે. ત્યારે ટેસ્ટની સંખ્યા વધારવા અરજદારોમાં માંગ ઉઠી છે.