અમિત કણસાગરાની ભરતીને લઈને મુદ્દાસર વાંધાઓ કોર્પોરેટર દ્વારા કમિશ્નરને કરવામાં આવ્યા રજુ...

વહીવટી મંજૂરી અપાશે તો.....

અમિત કણસાગરાની ભરતીને લઈને મુદ્દાસર વાંધાઓ કોર્પોરેટર દ્વારા કમિશ્નરને કરવામાં આવ્યા રજુ...

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ કોઈ ચર્ચાનો મુદ્દો હોય તો તે છે વ્હાલા એવા અમિત કણસાગરાની નિમણુંકનો...નીતિનિયમોને નેવે મૂકી દઈને કણસાગરાને કાર્યપાલક ઈજનેરના પદ પર બેસાડી દેવાના મામલે ભારે ઉહાપોહ મચાવી દીધો છે, છતાં પણ ભ્રષ્ટાચાર મુક્ત શાશનની વાતો કરતાં ભાજપના શાશકોના પેટનું પાણી પણ હલતું નથી, એવામાં આજે જામનગર મનપાની સામાન્યસભા મળી હતી, જેમાં કોપોરેટર આનંદ ગોહિલ દ્વારા અમિત કણસાગરાની કાર્યપાલક ઈજનેરની નિમણુંક કેમ યોગ્ય નથી તેની વિસ્તૃત છણાવટ સાથેના વાંધાઓનો પત્ર પણ રજુ કર્યો હતો, પણ આ મુદ્દાને બહુ જ સામાન્ય લેવા પાછળનું શાશકોને મન શું કારણ છે તે સમજાતું નથી.?

જે રજૂઆત કરવામાં આવી છે, તેમાં તા. 19/07/2019ના જનરલ બોર્ડમાં એજન્ડા આઈટમ નં.-88 થી જુનિયર એન્જીનીયર અમિત કણસાગરા ને સીધી જ ભરતીથી કાર્યપાલક ઈજનેર ભૂગર્ભ ગટરની જગ્યા માટે ગેરકાયદેસર રીતે નિમણૂક માટે જનરલ બોર્ડમાં ઠરાવ થયેલ ત્યારે પણ  જનરલ બોર્ડમાં પણ મુદ્દાસર આ નિમણૂક સામે રજૂઆત કરેલ પરંતુ શાશક પક્ષે બહુમતીના જોરે  કમિશ્નર સમક્ષ વહીવટી મંજૂરી ના આપવા માટે જે વાંધાઓ મુદ્દાસર રજુ કરવામાં આવ્યા છે તેના પર નજર કરવામાં આવે તો...

-કાર્યપાલક ઇજનેર(ડ્રેનેજ) ની જામનગર મહાનગરપાલિકામાં આવી કોઈ પોસ્ટ જ નથી કારણ કે કાર્યપાલક ઇજનેર(ભૂગર્ભ) કોઈ કોર્સ કરવામાં આવતો નથી. પરંતુ સિવિલ ઇજનેર, મિકેનિક ઇજનેર, કોમ્પ્યુટર ઇજનેર, તે પોસ્ટ છે, અને તેનો કોર્સ પણ થાય છે. પરંતુ કાર્યપાલક ઇજનેર(ભૂગર્ભ) કોઈ કોર્સ થતો નથી. કે તેની કોઈ પોસ્ટ નથી, ગેર-કાયદેસર રીતે ફક્ત આ અધિકારીને લેવા માટે પાછલા બારણેથી સુધારા કરીને ખોટી પોસ્ટ ઊભી કરી આ ભરતી કરવામાં આવેલ છે., જે ગેર-કાયદેસર છે.
-જે સેટઅપ મંજૂર કરવામાં આવેલ છે. તે સેટઅપમાં પણ કાર્યપાલક ઇજનેર(ભૂગર્ભ) જે જગ્યા બતાવવામાં આવે છે, તે જગ્યા સુધારો કરીને પાછળથી આ જગ્યા અને તેની પોસ્ટ મૂકવામાં આવેલ છે. જે સેટઅપમાં થઈ શકે નહીં, ગેર-કાયદેસર છે, અને સેટઅપ માં જે આ જગ્યા મંજૂર કરેલ છે,. જે ગેરકાયદેસર છે. અને તેની પોસ્ટ પણ ગેરકાયદેસર છે.

-મનપા દ્વારા કોર્ષ વર્ષ 2016માં ઉપરોક્ત સંવર્ગની જગ્યા ભરવા માટે સીધી પ્રક્રિયા માટે જાહેરાત બહાર પાડેલ તેમાં રિક્રૂટમેન્ટ રૂલ જાહેરાત મુજબ માન્ય યુનિવર્સિટીના બી.ઇ.સિવિલ અને પબ્લિક હેલ્થ માસ્ટર ડીગ્રી અને દસ વર્ષનો અનુભવ અથવા ભૂગર્ભ ગટર યોજનાનો દસ વર્ષનો અનુભવ માંગેલ જેમાં મનપા ખાતે એક જ જગ્યા ઉપર વર્ષોથી કામ કરતાં કર્મચારીને જ તક મળે તેમ હોય છતાં પણ ગેર-કાયદેસર રીતે ચોક્કસ અધિકારીને લેવા માટે તમામ પ્રક્રિયા ગેર-કાયદેસર છે,

-મનપા દ્વારા વર્ષ 2016માં એ જ સંવર્ગની બીજી જાહેરાત આપવામાં આવેલ જેમાં રિક્રૂટમેન્ટ રૂલમાં બદલેલ લાયકાત પ્રમાણે માન્ય યુનિ. ના બી.ઇ. સિવિલ અને પબ્લિક હેલ્થ માસ્ટર ડીગ્રી અને દસ વર્ષનો અનુભવ માંગેલ આમ અતિ ટૂંકા ગાળામાં મનપાના કોઈ ચોક્કસ વ્યક્તિને લેવાનો હોય તેમ રિક્રૂટમેન્ટ રૂલમાં કરેલ તેવી શંકા જણાય છે.

-સીધી ભરતીની જાહેરાતમાં પરીક્ષા માટેનો કોઈ સિલેબસ કે સિલેકશન પ્રક્રિયામાં કેટલા વેઇટેજ્ના ધારા ધોરણ નક્કી કરેલ છે તે દર્શાવેલ ન હતું જે સામાન્ય રીતે દરેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં જાહેરાત સાથે જ આપવામાં આવતું હોય છે માટે ઉપરોક્ત જાહેરાત અન્વયે આ લીધેલ પરીક્ષાનું મૂલ્યાંકન પત્ર કેટલા વેઈટેજ સાથે છે તેની નકલ આપવા.
-જાહેરાત અન્વયે માન્ય રાખી શૈક્ષણિક લાયકાત તથા અનુભવ કે જે 5 વર્ષ માંગેલ હતો તેના કરતાં પણ વધુ અન્ય એક કર્મચારી જે વધુ અનુભવ ધરાવે છે. તેમજ જાહેરાતમાં માસ્ટર ડીગ્રી ઇન સિવિલ અને 5 વર્ષનો અનુભવ માંગેલ છે. તે પણ અન્ય કર્મચારીને ધરાવતા હોય અને તેને માન્ય રાખવામા આવેલ છે. તેમજ કોલ લેટરમાં પણ મેરીટમાં પણ નંબર(1) તરીકે અન્ય કર્મચારીનું નામ આવેલ છે. છતાં પણ જો ભૂગર્ભા ગટરનો જ અનુભવ જોઈતો હોયતો અન્ય કર્મચારીની આરજી શા માટે ગ્રાહ્ય રાખી નહીં, સરકારી નોકરીની પણ જાહેરાતમાં સિવિલ ઈજનેરીના કોઈ પણ કામનો અનુભવ ધરાવતા ઉમેદવારોનો જે તે કામોનો અનુભવ માન્ય હોય છે.

-અન્ય કર્મચારીને અનુભવના તથા વધારાની શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આપવામાં આવેલ જ નથી, જે અન્ય કર્મચારી સાથે અન્યાય અને ભેદભાવપૂર્ણ છે તેવું જણાય છે જો આ મુજબ ગણતરી કરેલ હોય તો નિયમો અનુસાર તથા વધારાની શૈક્ષણિક લયકાત તથા અનુભવના માર્ક્સ આપી મેરીટના આધારે અન્ય કર્મચારી કાર્યપાલક ઇજનેર થાવ માટે લાયક હોવા છતાં જુનિયર એન્જીનીયરને ડાયરેક્ટ કાર્યપાલક એન્જીનીયર બનાવવા માટેનું વ્યવસ્થિત ષડયંત્ર છે અને કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત આવી નિમણૂક થઈ હોય તેવું લાગે છે અને આખી પધ્ધતિ ગેરકાયદેસર છે.
-મનપા દ્વારા અગાઉ પણ આ જ સંવર્ગની જાહેરાત આપવામાં આવેલી હતી અને કોઈ પ્રક્રિયા કરેલ ન હતી આજ જાહેરાતની સાથે ઇજનેર ગ્રેડ 1 ની પણ જાહેરાત કરેલ છે જ જેની ભરતીની પ્રક્રિયા હજુ સુધી થઈ નથી,

-કોલ લેટર લેખિત તથા મૌખિક પરીક્ષા એમ બંનેનો આપેલ હતો પરંતુ તા.૦૫/૦૮/૨૦૧૮ ના દિવસે માત્ર લેખિત પરીક્ષા જ યોજેલ હતી મૌખિક ઇન્ટરવ્યુ યોજેલ ન હતા. 
-લેખિત પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરેલ નથી લેખિત પરીક્ષા ઓબ્જેક્ટીવ ટાઇપની હોય તો તેની “આન્સર કી” પરીક્ષાર્થીઓને ઓનલાઈન સાદર થતી હોય છે જેથી ઉમેદવાર પોતે જ પોતાને મળવાપત્ર માર્કસનો અંદાજો લગાવી શકે અને દરેકને હવે પછીના તબક્કામાં કેટલી મહેનત કરવી પડશે તેનો ખ્યાલ આવે સાદર પરીક્ષામાં આવું પણ કરેલ નથી તેમજ આ માર્ક્સ ની આન્સર કી જે કર્મચારીએ પરીક્ષા આપેલ છે તેને આપેલ નથી તેમજ કટ ઓફ માર્કસ કેટલા છે તે પણ અન્ય કર્મચારીને જણાવેલ નથી.
-ઇન્ટરવ્યુમાં રૂબરૂ હાજર રહેલા જે-તે કર્મચારીને જે સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ ઉપસ્થિત રહેલ હોય જેના માર્કસના વેઇટેજ તથા માર્કસ પણ આપેલ નથી.

આમ આ ભરતી સવા વર્ષ બાદ કરવામાં આવેલ છે, જે નિયમ મુજબ કરવામાં આવેલ નથી જેની તપાસ કરવી જરૂરી છે, કારણ કે અત્યાર સુધી શા માટે ભરતી પેન્ડિંગ રાખવામાં આવેલ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના નિયમ મુજબ કોઈપણ પરીક્ષાનું પરિણામ પરીક્ષાના બે મહિના એટલે કે ૬૦ દિવસની અંદરજ આપી દેવાનું હોય તેની જગ્યાએ સવા વર્ષ સુધી કોઈ જ પ્રક્રિયા કરેલ નહીં. અને ગુજરાત રાજ્ય સેવા વર્તુક  નિયમો 1971 અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ ૧૯૭૧ જે બંધનકતૉ છે, જેનો પણ ઉલ્લંઘન કરેલ છે. હાલના અધિકારી અમિત કણસાગરા જેને અ.મ.ઈની પરીક્ષા પાસ કરેલ નથી નિયમ મુજબ ડેપ્યુટી એન્જીનીયર જે બે વર્ષ નોકરી કરેલ હોય તે લાયકાતના ધોરણે કાર્યપાલક ઇજનેર થઈ શકે, પરંતુ. જુનિયર એન્જીનીયર જે પ્રમોશનથી ડેપ્યુટી એન્જીનીયર થઈ શકે પરંતુ જુનિયર એન્જીનીયર ડાયરેક્ટ કાર્યપાલક ઇજનેર થઈ શકે નહીં.

જેથી કાર્યપાલક ઇજનેર(ડ્રેનેજ) ની ભરતીની સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર છે, અને ફક્ત વહીવટ અને સેટિંગ કરી ચોક્કસ અધિકારીને લેવા માટે ભરતી અંગેના તમામ નીતિ-નિયમો નેવે મૂકીને તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદોનું ઉલ્લંઘન કરીને આ ભરતી જે કરવામાં આવેલ છે તે ગેરકાયદેસર છે જેથી તેને વહીવટી મંજૂરી ન આપવા આનંદ ગોહિલ દ્વારા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.ત્યારે હવે કમિશ્નર આવી ચર્ચાસ્પદ નિમણુંક ને વહીવટી મંજૂરી આપશે કે કેમ તે જોવાનું રહેશે.