હવે તમારે પોલીસને પૈસા નહીં આપવા પડે:CM

પોરબંદરમાં આપ્યું નિવેદન

હવે તમારે પોલીસને પૈસા નહીં આપવા પડે:CM

Mysamachar.in-પોરબંદર:

હમણાં હમણાં તો જાણે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ પોતે જ રાજ્યના વિવિધ વિભાગોમાં કઈ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે,તેના ઉદાહરણો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.થોડા દિવસો પૂર્વે જ જાહેર મંચ પરથી મુખ્યમંત્રીએ મહેસૂલ અને ગૃહ વિભાગને ભ્રષ્ટાચારી ગણાવ્યા બાદ વધુ એક વખત મુખ્યમંત્રીએ ગૃહ વિભાગને આડકતરા નિશાને લીધું હોય તેવું નિવેદન આપ્યું છે.

પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 11મી શ્રેણીનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો.આ તબક્કે CM રૂપાણીનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, CMએ પોલીસ વિભાગને આડકતરી રીતે ભ્રષ્ટ ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે, ‘હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે. મારી સરકારે હોટેલ સંચાલકોને લાઈસન્સમાંથી મુક્તિ આપી છે’. તમને જણાવી દઇએ કે, અગાઉ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનું નિવેદન વિજય રૂપાણીએ આપ્યું હતું.

આમ મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચારમાં પ્રથમ નંબર મુખ્યમંત્રી દ્વારા ગણાવવામાં આવતા મહેસૂલી કર્મચારીઑમાં ભારે નારાજગી જોવા મળી હતી,અને એ વિવાદ માંડ સમ્યો છે ત્યાં જ CMએ ગૃહ વિભાગને લઈ ને કરેલ નિવેદનનો કેવો પડઘો પડશે તે જોવાનું રહેશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.