હવે હોટેલો,રેસ્ટોરન્ટ,ખાનગીશાળા,અને હોસ્પિટલનો વારો...
૫ ટ્યુશન ક્લાસ સીલ

Mysamachar.in-જામનગર:
જામનગર મ્યુનિસિપલ કમિશ્નરે આજે પત્રકારો ને સંબોધતા જણાવ્યું હતું કે સુરતની ઘટના બાદ જામનગરમાં પણ લગત તંત્ર દ્વારા ગત ૨૫ તારીખ થી ચેકિંગનો પ્રારંભ જામનગર શહેરમા કરવામાં આવ્યો હતો,જે ચેકિંગમા ૨૯૪ ટ્યુશન કલાસ,૭ રેસ્ટોરન્ટ,સહિતની તપાસ કરવામા આવી છે,જેમાં મોટાભાગના ટ્યુશન કલાસોને ફાયરસેફ્ટીના સાધનો બાબતે નોટીસો અને સૂચનાઓ આપવામાં આવી છે,છતાં પણ સુચના અને નોટીસનું પાલન ના કરનાર ૫ ટ્યુશન કલાસીસને સીલ કરી દેવામાં આવ્યાનું કમિશ્નર સતીશ પટેલે જણાવ્યું,
વધુમાં કમિશ્નરે કહ્યું કે ટ્યુશન ક્લાસ બાદ હવે આજથી ખાનગી શાળાઓ,ખાનગી હોસ્પિટલો,રેસ્ટોરન્ટ અને હોટેલો પર મનપાની ટીમો ફાયરસેફ્ટીના સાધનો મુદ્દે તવાઈ બોલાવશે અને જરૂરી કાર્યવાહી પણ કરશે,અને ફાયરસેફ્ટી સહીત જાનહાની થાય તેવી કોઈ બાબત ચલાવી લેવામાં નહિ આવે તેવી પણ કમિશ્નરે સ્પષ્ટતા કરી,હવે જોઈ શેઠની શિખામણ ઝાંપા સુધી રહે છે કે કેમ.?