ઢોરના ત્રાસ સામે જાહેરનામું,પણ સવાલ એ કે કોનું ઢોર કેમ નક્કી કરશો.?
અધિકારીઓને પૂછતા માથું ખંજવાળે છે,

Mysamachar.in-જામનગર:
જામનગરવાસીઓ ઢોરના ત્રાસથી તંગ આવી ગયા છે,..ત્યારે અન્ય જાહેરનામાઓની જેમ આ ત્રાસ દૂર કરવા આકરા પગલા લેવાનુ જાહેરનામુ કમિશનરે બહાર પાડ્યુ છે,પરંતુ તેનો અમલ કેમ થશે? કોણ કરાવશે? તે સો મણનો સવાલ છે,કેમ કે કોર્પોરેશનના લગત વિભાગના અધિકારીઓને આ બાબતે કશી જ જાણ નથી,તો કમિશ્નરે ખાનગીમા આ જાહેરનામુ પ્રસિદ્ધ કરી નાંખ્યુ કે શુ? તેવો ઘાટ ઘડાયો છે,
ગત તા.૨૦ ના ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિ. કોર્પોરેશન અધિનિયમની કલમો હેઠળ પશુઓ બાબતે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે,જેમા દર્શાવાયુ છે કે,ઢોરના ત્રાસથી ગંદકી,ટ્રાફીક સમસ્યા,અકસ્માત,માનવીના મૃત્યુ પણ થાય છે,માટે આવા સંજોગોમા રખડતા ભટકતા ઢોરના માલીકો સામે IPC ૩૦૪ હેઠળ ગુનો નોંધાશે...અને તેનુ વળતર પણ ચુકવવુ પડશે એટલુ જ નહી આનુ પાલન નહિ થાય તો જાહેર ત્રાસદાયક કૃત્ય કરવા અંગેની શિક્ષા પણ થશે.
હવે પહેલી વાત એ છે કે,જાહેર ત્રાસ નુકસાન અને જાનના જોખમ ની બાબતે ગુનો નોંધી પગલા લેવાની ફોજદારી ધારામા તો જોગવાઇ છે,સાથે-સાથે કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીના કાયદામા પણ જોગવાઇઓ છે,જે ખાસ કરીને ઢોરથી થઇ રહેલા નુકસાન અંગે તો વિશેષ જોગવાઇઓ છે,માટે જ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે,પરંતુ ખાટલે મોટી ખોટ બે ખોટ છે,માટે આ જાહેરનામુ છે કે સુરસુરીયુ એ નક્કી થતુ નથી,ઉલ્લેખનીય છે કે,જામનગરમા ઢોરની હડફેટે મોત થયાના,હાથ પગ ભાંગ્યાના,કાયમી ખોટ થયાના અરેરાટીભર્યા અને ગંભીર બનાવો બન્યાનુ રેકર્ડ ઉપર છે,
-મુખ્ય અધિકારીઓ અજાણ,કરવા ખાતર જ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ કે શુ?
અતિ ગંભીર ગણાતા આ જાહેરનામા અંગે એક તો મુખ્ય અધિકારીઓ જ અજાણ છે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર, સોલીડવેસ્ટના કંટ્રોલીગ,.સહિત સૌ આ જાહેરનામા અંગે અજાણ છે,તો કમિશનરે પોતાની મેળે ખાનગીમા આ જાહેરનામુ પ્રસિદ્ધ કરી નાંખ્યુ કે શુ? અમલ તો અધિકારીઓએ કરાવવાનો છે,એ જ લોકો અજાણ છે તો જાહેરનામુ કરવા ખાતર કરાયુ છે કે શુ?
-કોનુ ઢોર છે એ નક્કી કેમ થશે?
આ જાહેરનામાં સાથે જ બીજી મહત્વની બાબત એ છે કે શહેરમા રખડતા ઢોરને ટેગ મારવાનુ શરૂ થયુ હતુ,પરંતુ જેવુ તેવુ કામ આ દિશામા થયા બાદ તમામ ઢોરની નોંધણી થઇ નથી માટે ઢોર ટેગ વગર રખડે છે,ત્યારે કોઇ ઢોરથી કોઇ વ્યક્તિ ને નુકસાન,ઇજા,જાન નુ જોખમ થશે ત્યારે એ ઢોર કોનુ છે એ નક્કી કેમ થશે? આ જ સવાલ કોર્પોરેશનના એક લગત જવાબદાર નાયબ ઇજનેર ને પુછતા તેણે પણ એ જ સુર મા સુર પુરાવ્યો કે એ વાત સાચી છે કે,અમને ખબર નથી કે એ કોનુ ઢોર છે,તો પગલા કેમ લેવા એ પણ સવાલ થાય એ સ્વાભાવિક છે તો પછી ગુનો કોની સામે નોંધાશે અને સજા કોને કરશે?તો પછી દરેક પાસાઓનો વિચાર કર્યા વગરનુ ચર્ચા કર્યા વગરનુ આ જાહેરનામુ કમિશનરે પ્રસિદ્ધ કર્યાનુ તારણ નીકળે છે,જે લોકોની સુરક્ષા માટે નહી પણ જાહેરનામુ પ્રસિદ્ધ કરી.પોતાની સલામતી અંકે કરવાનુ ગણિત લાગે છે,
-ફાયર,દબાણ,ગંદકી,પાર્કીંગ વગેરેના જાહેરનામાના અમલ કરાવવામા "ટુંકા" પડતા કમિશનર
કમિશનરે ફાયરસેફટી ફરજીયાત,દબાણ ન કરવુ,જાહેરમા ગંદકી ન કરવી,પાર્કીંગ ખુલ્લા રાખવા નિયમિત કરવા વગેરે અનેક જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે,પરંતુ તેના અમલ કરાવી શકતા નથી કેમ કે લગત અધીકારીઓ અને સ્ટાફ જેને આ અમલ કરાવવાનો છે,તેમને આવી કામગીરીમા રસ નથી,અને કા તો ક્યાંકથી હાથ બાંધેલા છે,અને કમિશનર તેઓ પાસેથી કામ લેવામા ટુંકા પડે છે,માટે આવા તમામ જાહેરનામા લોકોની સુખાકારી માટે અમલમા મુકાવ્યા છે,તેવુ ચિત્ર ઉપસાવી કમિશનર અને કોર્પોરેશન પોતાની સલામતી માટે જ આવા જાહેરનામા પ્રસિદ્ધ કરાવે છે,જેની કોઇ ઠોસ અસર,કામગીરી કે પગલા નથી અને ફાઇલમા ધુળખાય છે,તેવુ જ ઢોરના મામલે થશે તેમ શહેરના જુદા-જુદા સમીક્ષકોએ આ સમગ્ર છણાવટ મા વધુમા ઉમેર્યુ છે.