લુંટ ચલાવનાર બીજું કોઈ નહિ પણ પોલીસ જ...

નોંધાયો ગુન્હો થઇ ધરપકડ

લુંટ ચલાવનાર બીજું કોઈ નહિ પણ પોલીસ જ...

Mysamachar.in-રાજકોટ:

પોલીસને આપણે રક્ષક કહીએ છીએ... પણ અમુક પોલીસ કર્મીઓની કરતુત ને કારણે ફરજનિષ્ઠ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પણ સુકા પાછળ લીલું બળે તેમ બદનામ થવાનો વારો આવતો હોય છે, શહેર રાજકોટમાં પોલીસની કરતુત નો એક એવો જ વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસકર્મી સહિતના ચારેય ઇસમોએ સાથે મળી ગઈ તા.06-09-2019ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આરોપી નવઘણ કે જે ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતો હોય જે સલુનના કામ માટે ફરિયાદીની દુકાને ગયેલ અને ફરીયાદીના મહિલા કર્મચારી સાથે ગ્રાહક તરીકે જઈ બાદ ત્રણેય કર્મચારીઓ પાછળથી ફરીયાદીની દુકાને પહોચી ફરીયાદીને ગાંધીગ્રામ પો.સ્ટે.ના ડી.સ્ટાફના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી માનસીક તથા શારીરિક વ્યથા કરી રોકડ 85,000/- તેમજ પુરાવો ન રહેતે માટે સી.સી.ટી.વી. કેમેરાનું ડીવીઆર 4000/- નું કાઢી લઈ પુરાવાનો નાશ કરી કુલ 89000/- ની લુંટ કરી ચારેય આરોપીઓ નાશી ગયેલ....

ફરીયાદીને લુટી જનાર ઇસમો પૈકીનાં બે ઇસમોના મોબાઈલ નંબર મળતા જે આધારે બનાવ સંબંધી ફરિયાદ કરવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે આવતા ફરીયાદી પાસેથી બનાવની વિગત મેળવી ગાંધીગ્રામ પો.સ્ટે.ના ડી.સ્ટાફના કર્મચારીની ઓળખ કરાવતા અને મોબાઈલ નંબરની તપાસ કરતાં આ મોબાઈલ નંબર ગાંધીગ્રામ પો.સ્ટે.ના ડી.સ્ટાફ કર્મચારીના ન હોય પરંતુ આ મોબાઈલ નંબર લોકરક્ષક પોલીસ કર્મચારી કેયુર આહીર તથા જોગેશ ગઢવી હોય તેથી મજકુર બંને કર્મચારીઓના ફોટોગ્રાફ બનાવતા બંને કર્મચારીઓને ફરીયાદીએ ઓળખી બતાવેલ હોય જે ફરીયાદીની ફરીયાદ આધારે આ ગુન્હો દાખલ થયેલ હતો. અને ચારેય આરોપીઓની ગુનાના કામ અટકાયત કરવામાં આવેલ છે. અને હાલમાં વધુ તપાસ ચાલુ છે.

કોણ છે એ ઇસમો .... 

-લોકરક્ષક-કેયુર વનરાજભઇ આહીર, નોકરી-ટ્રાફીક શાખા હાલ બે માસથી સસ્પેન્ડ

-લોકરક્ષક-જોગેશ રમેશભાઈ ઠાકરરીયા(ગઢવી), નોકરી-ટ્રાફીક શાખા પોઈન્ટ- ભુપેન્દ્ર રોડ ટી પોઈન્ટ

-લોકરક્ષક-પ્રવીણભાઈ વજુભાઈ મહીડા, નોકરી-ટ્રાફીક શાખા પોઈન્ટ ધીરજ પાન કુવાડવા રોડ

-ટ્રાફિકવોર્ડન-નવઘણભાઇ યોગેશભાઈ દેગડા. નોકરી- ટ્રાફીક શાખા પોઈન્ટ રામાપીર ચોકડી