“નિયતી” વેડીંગ કાર્નીવલ અને લાઈફ સ્ટાઈલ એક્સિબિશનનું ઉદઘાટન અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે

કામદાર વાડીમાં નિ:શુલ્ક પ્રવેશ

“નિયતી” વેડીંગ કાર્નીવલ અને લાઈફ સ્ટાઈલ એક્સિબિશનનું ઉદઘાટન અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે

Mysamachar.in-જામનગર:

“નિયતી” વેડીંગ કાર્નીવલ અને લાઈફ સ્ટાઈલ એક્સિબિશન તા. ૫ અને ૬ જાન્યુઆરીના સવારના ૧૦-૩૦ થી રાત્રે ૯-૩૦ વાગ્યા સુધી કામદાર વાડીમાં યોજાયેલ છે.શનિવાર તથા રવિવારના યોજાનાર આ એક્સિબિશનનો જામનગરની જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે,

તારીખ ૫ જાન્યુઆરીના શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી એક્સિબિશનને ખુલ્લું મુકશે.

કોસ્મેટીક્સ, હેંડ મેઈડ બ્યુટી પ્રોડક્ટસ, રીઅલ અને ડીઝાઇનર-જવેલરી, સાડી,ડીઝાઇનર ડ્રેસ,બેબી ફ્રોક્સનો ખજાનો, હોમ ડેકોરનું વૈવિધ્ય લઈને, બેંગ્કોક, સુરત, બરોડા, રાજકોટ, મુંબઈ, દિલ્હી, કરાચી, રાજસ્થાન અને દેશવિદેશના સ્ટોલ ધારકોનો લેટેસ્ટ સ્ટોક એક જ છત નીચે જામનગરના આંગણે નીહાળીને બહારગામ ખરીદી માટે જવાનો ધક્કો બચી જશે.ત્યારે જામનગરના આંગણે યોજાઇ રહેલ આ અનોખા એક્સિબિશનની મુલાકાત લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો..