Mysamachar.in-રાજકોટઃ
સામાન્ય રીતે શિયાળો અને લગ્નની સીઝન શરૂ થતાં જ ચોરીની ઘટનામાં વધારો નોંધાયો છે. રાતના અંધારામાં સૂમસામ બનેલી શેરીઓનો લાભ લઇને ચોર ટોળકી ચોરીની ઘટનાને અંજામ આપતી હોય છે, પરંતુ પહેલી વાર રાજકોટમાં અનોખી રીતે ચોરીને અંજામ આપતી ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે ચોરી કરવા આવેલા શખ્સો જે ઘરમાં ચોરી કરવાની હતી તેની આસપાસના મકાનમાં બહારથી તાળું મારી રહ્યાં છે. આ ઘટના ગુરૂવારે રાત્રે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંત કબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં બની છે. અહીં એક બંધ મકાનમાંથી તસ્કરોએ 65 હજાર રૂપિયાની ચોરી કરી હતી. સાથીદારો ઘરમાં ચારી કરી રહ્યાં હતા અને તેનો અન્ય એક સાથીદાર બીજા મકાનની ડેલીઓમાં બહારથી તાળું મારી રહ્યો હતો. સીસીટીવી જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જો કે ચોર ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.