જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને જીલ્લા પ્રમુખનો તાજ રમેશ મુંગરાના શીરે

લાંબા સમયથી જોવાઈ રહી હતી રાહ

જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને જીલ્લા પ્રમુખનો તાજ રમેશ મુંગરાના શીરે

Mysamachar.in-જામનગર

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે જામનગર શહેર અને જામનગર જીલ્લા ભાજપ પ્રમુખોની જાહેરાત સતાવાર રીતે ભાજપ દ્વારા કરવામાં આવી છે, જે જાહેરાત કરવામાં આવી છે તેમાં જામનગર શહેર ભાજપના હાલના મહામંત્રી વિમલ કગથરાને શહેર ભાજપ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો છે, કગથરા છેલ્લા ચાર વર્ષથી શહેર ભાજપના મહામંત્રી પદે આરૂઢ છે, તો તેવોએ ગત લોકસભા અને વિધાનસભાના 79 વિધાનસભા મત વિસ્તારના સહ ઇન્ચાર્જ તરીકેની ભૂમિકા બખૂબી નિભાવી હતી, તો તેવો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા હોય અને નીર્વાવીદિત છબીને કારણે તેવોને ભાજપમાં મહત્વનું સ્થાન મળ્યાનું ભાજપના સુત્રો જણાવે છે. તો બીજી તરફ જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે પીઢ આગેવાન રમેશભાઈ મુંગરાની પક્ષે જાહેરાત કરી છે. રમેશભાઈ મુંગરા ગુજરાત એસ.ટી.નિગમના ડીરેક્ટર પદે પણ રહી ચુક્યા છે. તો દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે ખીમભાઈ જોગલની વરણી પક્ષે કરી છે. પ્રમુખ જાહેર થયા બાદ હવે સંગઠન ટીમ જાહેર થશે.