સૌથી વધુ ખોટું કોણ બોલે છે, પુરુષો કે મહિલા ?

જવાબ જાણીને ચોંકી જશો

સૌથી વધુ ખોટું કોણ બોલે છે, પુરુષો કે મહિલા ?

Mysamachar.in-જામનગરઃ

વધુ બોલવાની વાત આવે એટલે મોટાભાગે સ્ત્રીઓનો પ્રથમ નંબર હોવાનું કહેવામાં આવે છે. પરંતુ ખોટું બોલવાની વાત આવે તો કોઇ પ્રથમ નંબરે આવે પુરુષ કે સ્ત્રી, આ વિષય પર થયેલા એક સર્વેમાં વિચિત્ર તારણ બહાર આવ્યું છે. આ તારણ જાણીને કદાચ તમને પણ નવાઇ લાગશે. પરંતુ હકીકત એવી છે કે ખોટું બોલવામાં પુરુષોનો પ્રથમ નંબર આવે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જુઠું બોલવામાં પુરુષોને મહારત હાંસલ કરેલી હોય છે. એટલું જ નહીં પુરુષો પરિવાર, મિત્રો, પાર્ટનર અને સહયોગીથી સામે સરળતાથી જુઠું બોલી શકે છે. રિપોર્ટમાં ખુલાસો થયો કે પુરુષો પરિવારથી છૂટકારો મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત જુઠું બોલતા હોય છે. તો રિસર્ચ પ્રમાણે સ્ત્રીઓ પણ ખોટું બોલવા મામલે વધુ પાછળ નથી, મોટાભાગની સ્ત્રીઓ શોપિંગ કરતી વખતે વધુ ખોટું બોલે છે. પુરુષો મોટેભાગે પૈસાને લઇને ખોટો દેખાડો કરવાનું પસંદ કરે છે. જો કે અધ્યનમાં તે વાત પણ બહાર આવી છે કે લોકો પોતાના જીવનને સહજ બનાવવા માટે ખોટું બોલતા હોય છે.