જાડાના મોટા "વહીવટ" અને બેદરકારીનો ભોગ અસંખ્ય શહેરીજનો

100 થી વધુ સોસાયટીઓ અદ્ધરતાલ….

જાડાના મોટા "વહીવટ" અને બેદરકારીનો ભોગ અસંખ્ય શહેરીજનો

Mysamachar.in-જામનગર:
જામનગરનો વિસ્તાર વધ્યો પરંતુ એ નવા ભળેલા  વિસ્તારોના સંખ્યાબંધ લોકો પ્રાથમિક સુવિધા માટે તરસે છે,અને એમના માટે રજુઆત કરનાર એસોસીએશનોને પણ તંત્રએ દાદ આપી નહી આ નવો ભળેલો વિસ્તાર પહેલા જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ ( જાડા) હેઠળ હતો.જામ્યુકોએ નવા ભળેલા જે વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા નથી કે અધૂરી છે તે કિસ્સામાં દરેક પ્લોટ ધારક પાસેથી પ્રતિ ચો.મી.રૂ.608 લેખે વધારાનો દંડ એટલે કે સમાન ચાર્જીસ વસૂલી રજાચિઠ્ઠી આપવાનું ઠરાવ્યું છે.આટલું જ નહીં દંડ ભરવાની સાથે દરેક પ્લોટ ધારકે વર્તમાન કે ભવિષ્યમાં કયારેય પણ મહાપાલિકા પાસે પ્રાથમિક સુવિધાઓની માંગણી કરી શકાશે નહીં તેવું સોગંદનામું રજૂ કરવુ પડે છે. 


એકંદર મૂળ જમીન માલિકે પ્રાથમિક સુવિધા આપી નથી કે પૂર્ણ કરી નથી તેનો દંડ સામાન્ય નાગરિક, પ્લોટધારકે ભોગવવો પડશે ખરેખર બિનખેતીની પ્રક્રિયા સમયે જમીન માલીકે પ્રાથમિક સુવિધા પૂર્ણ કરવાની હોય છે ત્યારબાદ સતામંડળ પાસે સુવિધા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર મેળવવામાં આવતું હોય છે.આવું પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેવા કિસ્સામાં સતામંડળ દ્વારા બાંધકામ પરવાનગી આપવામાં આવતી નથી.આમુંઝવણ અને અસુવિધાઓમા ગ્રીનસીટી, વૃંદાવન, યુવાપાર્ક, સેટેલાઇટ, શીતવન, શાંતિવન, માણેકનગર, વ્રજભૂમિ, વ્રજવિહાર, પટેલનગર, ગોકુલદર્શન, જડેશ્વર, મયુરપાર્ક સહિતની સોસાયટી મુખ્ય છે.

-જાડાએ બિલ્ડરોનુ હિત જોયુ ,નાગરીકોનુ નહી

અંદાજે ૧૯ વર્ષ પહેલાની આ સોસાયટીઓના લે આઉટ જાડાએ મંજુર કરી બિનખેતી પ્રક્રિયા કરી હતી,બિનખેતી વખતે જ શરત હોય છે કે પ્રાથમીક સુવિધા ફરજીયાત છે,છતા જાડાએ આ સોસાયટીઓના લગત બિલ્ડરોનુ હિત જોઇને પ્રાથમિક સુવિધા કરી છે કે નહી તેની ખરાઇ કરી જ નહી દેખીતુ છે કે આ "વહીવટ" મોટો હશે

-મનપા ગટર અને પાણીની લાઇનના ચાર્જ લેશે

મનપાના એટીપીઓના જણાવ્યા મુજબ આ દરેક ૨૦૦૧ પહેલાની સોસાયટીઓ છે,તેમા ભુગર્ભ ગટર અને પાણીની લાઇન માટે ચો.મી.દીઠ રૂ.૬૦૮ વસુલવા ઠરાવ છે,જે અગાઉ જાડા દ્વારા મંજુર થયેલા લે આઉટ છે એ સિવાય સ્ટ્રીટ લાઇટ અને રોડ માટે ચાર્જ લેવાનો નથી,તેમજ ત્યાર બાદની સોસાયટીઓમા આવો ચાર્જ લેવાતો નથી.જાડાની બેદરકારી કે અન્ય કોઇ કારણો કે બાબતો અંગે તેમણે મૌન સેવ્યુ હતુ.