લાલપુર બાયપાસ પાસે ખાડામા ખુંપી ગયેલી ગાયને બચાવતા સેવાભાવીઓ

લાલપુર બાયપાસ પાસે ખાડામા ખુંપી ગયેલી ગાયને બચાવતા સેવાભાવીઓ

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી અને ભરડીયા વચ્ચેના લાઇનોના ખોદાણ ના કેનાલ જેવા ખાડામા એક ગાય ગત રાત્રે પડી ગઇ હતી, અને ખુંપી ગઇ હતી જે આજે સવારે ધ્યાનમા આવતા પહેલા તો ગાય મૃત હોવાનુ અનુમાન થયુ  બાદમા ગાયનુ પેટ ફુલતુ જણાતા તુરંત જ નવા મોખાણાના આગેવાન કિશોર બોરીચા તેમજ વિજય બરડીયા, જાલણ ગઢવી, વિજયભાઇ, સંજય ડોડીયા, સહિતના આ પંથકના સેવાભાવીઓ ગૌ પ્રેમીઓ વગેરએ તુરંત દોરડા વગેરે મંગાવી અન્ય રાહદારીઓ અને વાહન ચાલકોની મદદ લઇ આજે સવારે ગાયને બહાર કાઢી હતી હેમખેમ નીકળેલી ગાય સ્વસ્થ જણાઇ અને તુરંત ચારો ચરવા લાગી ઉલ્લેખનીય છે કે આ ગૃપ અવારનાવાર ગાય સહિતના અબોલ જીવ પશુપંખી વગેરેની સહાય કરે છે તેમજ માનવસેવા માટે પણ હંમેશા તત્પર રહે છે