“નેવી ડે” ની ઉજવણી લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન...

શું હશે કાર્યક્રમો જુઓ..

 “નેવી ડે” ની ઉજવણી લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન...

Mysamachar.in-જામનગર:

જામનગર માટે ગૌરવની વાત છે કે અહી આર્મી,એરફોર્સ અને નેવીના મથકો આવેલ છે, જે દુશ્મનોના દાંત ખાંટા કરી નાખવા બખૂબી સક્ષમ છે. ત્યારે સૈન્યની મહત્વની પાંખ નૌસેના એટલે કે નેવી  દરવર્ષ ૪ ડીસેમ્બરના રોજ નેવી ડે એટલા માટે ઉજવે છે કે ૧૯૭૧મા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેના દ્વારા કરાંચી બંદરગાહ પર સફળ મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો અને આ દિવસની યાદમાં નેવી ડે ની ઉજવણી કરવામાં આવે છે, આ દિવસ ભારતીય નૌસેના માટે ગૌરવપૂર્ણ દિવસ છે, ત્યારે ભારતીય નૌસેનાના આઈએનએસ વાલસુરા મથક જામનગર ખાતે દરવર્ષ ૪ ડીસેમ્બર ખાતે નેવી ડે ની ઉજવણી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષ પણ નેવી ડે અંતર્ગત હાલ્ફ મેરેથોન, નેવી બેન્ડ કોન્સર્ટ, ચિત્ર સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે. ત્યારે લોકો પણ વિવિધ હાલ્ફ મેરેથોન સહિતના કાર્યક્રમો જોડાય તેવી અપીલ પણ આજે પત્રકાર પરિષદમા નેવીના કમાન્ડીંગ ઓફીસર સી.રઘુરામ દ્વારા કરવામાં આવી હતી.

આજે પણ વાલસુરા ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેવી ના કમાન્ડીંગ ઓફિસર સહીત નેવીના જવાનોએ ઉત્સાહભેર મોટીસંખ્યામાં રક્તદાન કર્યું હતું, જે જી.જી.હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા થયા બાદ કેટલાય દર્દીઓને ઉપયોગમાં આવશે, રક્તદાન કેમ્પ બાદ રાષ્ટ્રીયતાની ભાવના સાથે તારીખ ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ જામનગરની શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકોનીહાજરીમાં વાલસુરા ખાતે નેવી બેન્ડ કોન્સર્ટ નું આયોજન કરાયું છે ,

તો જેની સૌરાષ્ટ્ર અને જામનગરવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે, તે હાલ્ફ મેરેથોન દોડ નું આયોજન ૮ ડીસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ત્રણ કેટેગરીમાં આ હાલ્ફ મેરેથોન યોજાશે.આ વખતે હાલ્ફ મેરેથોન દોડમાં ભાગ લેવા માંગતા લોકોં માટે વાલસુરા દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશનની સિસ્ટમ અમલી કરવામાં આવી છે, જેમાં www.jamnagarnavyhalfmarathon.com પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને હાલ્ફ મેરેથોન ને લગત માહિતી પણ આ સાઈટ પરથી સ્પર્ધકોને મળી રહેશે. અને નેવીડે કાર્યક્રમના છેલ્લા કાર્યક્રમને ભાગરૂપે બીટિંગ રીટ્રીટ સેરેમની ૪ ડિસેમ્બરે વાલસુરા ખાતે આમંત્રતો માટે યોજાશે, કમાન્ડીંગ ઓફિસર દ્વારા જામનગર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો આ યોજાનાર હાલ્ફ મેરેથોન દોડમાં ભાગ લઇ અને પોતાનો ઉત્સાહ બતાવે તેવી અપીલ પણ કરી છે.