આજે સાંજે તળાવનીપાળ ગુંજી ઉઠશે નેવીબેન્ડની સુરાવલીઓથી..

જોવા જેવો હોય છે આ કાર્યક્રમ

આજે સાંજે તળાવનીપાળ ગુંજી ઉઠશે નેવીબેન્ડની સુરાવલીઓથી..

mysamachar.in-જામનગર

નેવી ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન આઈએનએસ વાલસુરા મથક નેવી જામનગર દ્વારા કરવામાં આવ્યું છે,નેવી ડે અંતર્ગત યોજાતા કાર્યક્રમોમાં નેવી બેન્ડ નું અલગ જ સ્થાન છે,અને નેવી બેન્ડ ને સાંભળવું એક લ્હાવાસમાન છે,

ત્યારે આજે સાંજે જામનગરના લાખોટા તળાવનીપાળ પર એમ.પી.થીયેટર ખાતે સાંજે ૬:૦૦ થી ૮:૦૦ સુધી નેવી બેન્ડ કોન્સર્ટ નું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં નેવીના જવાનો લોકો મંત્રમુગ્ધ બની જાય તેવી સુરાવલીઓ લહેરાવશે,ત્યારે આ કાર્યક્રમનો જામનગરની જનતા એ બહોળા પ્રમાણમાં લાભ લેવા નેવીની અખબારી યાદીમાં જણાવાયું છે.