હાલારમાં કુદરતનો પ્રકોપ,ખેડૂતોની માઠીદશા,રાજકારણીઓની કસોટી

સંપૂર્ણવિગત જોવા ક્લીક કરો

હાલારમાં કુદરતનો પ્રકોપ,ખેડૂતોની માઠીદશા,રાજકારણીઓની કસોટી
ફાઈલ તસ્વીરો

mysamachar.in-જામનગર,દેવભૂમિદ્વારકા 

આ વર્ષ ચોમાસાની ઋતુમાં જામનગર અને દેવભૂમિદ્વારકા એમ બને જિલ્લાઓમાં વરસાદ ખુબ જ અનિયમિત અને અપૂરતો વરસાદ પડતા સ્થાનિકોમા અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે,બને જીલ્લાઓમા ગતવર્ષની સરખામણીએ ખુબ જ ઓછો વરસાદ વરસતા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે સાંસદ થી માંડી ને ધારાસભ્ય સુધી ના તમામ આગેવાનોએ પણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી રહ્યા છે,

અત્યારે તો ઠીક છે હજુ પણ આવનાર દિવસોમાં જામનગર અને દેવભૂમિદ્વારકા એમ બને જિલ્લાઓમાં પાણી ની ભારે કિલ્લત થાય તો પણ નવાઈ નહિ અને લોકોને ભારે પરેશાની વેઠવાનો પણ વારો આવી શકે છે,

જામનગર જિલ્લામાં આજ દિવસ સુધી પડેલ વરસાદ ગતવર્ષની સરખામણીએ માત્ર ૫૩.૫૪% જ વરસાદ પડ્યો છે,જેના ગત વર્ષ અને આ વર્ષના પડેલ વરસાદના આંકડા પર(એમએમમા) નજર કરવામાં આવે તો..

૦૧-ગત વર્ષ ધ્રોલ તાલુકામાં ૫૮૧ જયારે આ વર્ષ ૧૪૩ 
૦૨-ગત વર્ષ જામજોધપુર તાલુકામાં ૬૬૯ જયારે આ વર્ષ ૫૦૨
૦૩-ગત વર્ષ જામનગરમા ૬૯૨ જયારે આ વર્ષ ૪૦૫ 
૦૪-ગત વર્ષ જોડિયાતાલુકામાં ૫૮૭ જયારે આ વર્ષ ૧૭૦ 
૦૫-ગત વર્ષ કાલાવડ તાલુકામાં ૫૮૨ જયારે આ વર્ષ ૪૬૯ 
૦૬-ગત વર્ષ લાલપુર તાલુકામાં ૬૯૮  જયારે આ વર્ષ ૩૫૧ 

આમ જામનગર જિલ્લામાં ગતવર્ષની સરખામણીએ કુલ ૬૩૫ એમએમ વરસાદની સામે આ વર્ષ માત્ર ૩૪૦ એમ એમ એટલે કે આ વર્ષ ૫૩.૫૪% વરસાદ વરસ્યો છે.

તો દેવભૂમિદ્વારકા જિલ્લામાં આજદિવસ સુધી પડેલ વરસાદ ગતવર્ષની સરખામણીએ માત્ર ૪૬% વરસાદ નોંધાયો છે,જેના ગત વર્ષના પડેલા વરસાદના આંકડા પર (એમએમમા)નજર કરવામાં આવે તો..
૦૧-ગત વર્ષ ભાણવડ તાલુકામાં ૬૩૧ જયારે આ વર્ષ ૨૮૨ 
૦૨-ગત વર્ષ દ્વારકા તાલુકામા ૪૬૪ જયારે આ વર્ષ ૧૪૪ 
૦૩-ગત વર્ષ કલ્યાણપુર તાલુકામાં ૭૪૦ જયારે આ વર્ષ ૧૫૮ 
૦૪-ગત વર્ષ ખંભાળિયા તાલુકામાં ૬૯૧ જયારે આ વર્ષ ૫૭૯ આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતવર્ષની સરખામણીએ આજ દિવસ સુધીમાં ૪૬% જેટલો જ વરસાદ નોંધાયો છે,
જામનગર જિલ્લામાં ધ્રોલ અને જોડિયા તાલુકામાં ખુબ જ ઓછો વરસાદ થયો છો દ્વારકા જીલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ખુબ જ ઓછો વરસાદ નોંધાતા ચિંતાના વાદળો ઘેરાયલા છે.

જામનગર જીલ્લાના જળાશયોની સ્થિતિ 
જામનગર જીલ્લામાં કુલ ૨૬ ડેમો આવેલા છે જેમાંથી ૭ ડેમો ખાલીખમ છે,જેમાં સોરઠી,આજી-૪,રંગમતી,ઉંડ-૨,ડેમી-૩,રૂપારેલ અને વાગડિયા ડેમનો સમાવેશ થાય છે,આ સિવાયના ૧૯ ડેમોમાં પણ જોઈએ તેટલી વરસાદી પાણીની આવક થયેલી ન હોવાથી આ ડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી,

દેવભૂમિદ્વારકા જીલ્લાના જળાશયોની સ્થિતિ 
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૫ ડેમો આવેલા હોય જેમાં વર્તુ-૧,સોનમતી,મીણસાર,વેરાડી-૨,સાની,વર્તુ-૨,સિંધણી,શેઢા ભાડથરી,ગઢકી,મહાદેવિયા,કંડોરણા ડેમ સાવ તળીયા ઝાટક છે ઉપરાંત ધી ડેમ,કબરકાંમાં નહિવત પાણીનો જથ્થો છે તેમજ આ સીવાયના ૩ ડેમોમાં મર્યાદિત પાણીનો જથ્થો હોય વર્ષ કાઢવું મુશ્કેલ થશે તેવું લાગી રહ્યું છે.

આમ કુદરતના પ્રકોપ વચ્ચે હાલારમાં ખેડૂતોની માઠીદશાની શરૂઆત થઇ ચુકી છે,અને હવે જેમ જેમ જળાશયો સુકાતા જશે તેમ-તેમ પાણીની કિલ્લત વધતી જશે અને  સરકાર, રાજકારણીઓની કસોટીઓ પણ થવા લાગશે તેમ અપૂરતા વરસાદની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો