જેલમાં કેદીઓનો આ રિપોર્ટ જાણી તમે પણ ચોંકી જશો !

NCRBના રિપોર્ટમાં ખુલાસો

જેલમાં કેદીઓનો આ રિપોર્ટ જાણી તમે પણ ચોંકી જશો !
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

એક તર્ક પ્રમાણે શિક્ષણ અને ગુનાખોરીને કોઇ લેવા-દેવા નથી. જેમ જેમ ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે તેમ તેમ ગુનાખોરી પણ એટલા પ્રમાણમાં વધી છે. જો કે રાજ્યની જેલમાં શિક્ષિત અને અભણ કેદીઓને લઇને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના એક રિપોર્ટમાં રોચક ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું કે અભણ કરતાં શિક્ષિત કેદીઓની સંખ્યા વધુ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આવેલી કુલ 28 જેલમાં 18થી 30 વર્ષની ઉંમરના 1842 આરોપી છે. 30થી 50 વર્ષની ઉંમરના 1836 કેદી છે. જ્યારે 865 કેદી એવા છે જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે. એટલે કે રાજ્યની જેલમાં 42.8 ટકા યુવા કેદી છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતની વિવિધ જેલોમાં કુલ મળીને 3217 શિક્ષિત કેદીઓ છે. જયારે અભણ કેદીઓની સંખ્યા 1082 છે. ધોરણ10થી ઓછુ ભણેલાં હોય તેવા કેદીઓની સંખ્યા 2159 છે. જયારે ધોરણ 10થી વધુ અને ગ્રેજ્યુએશનથી ઓછુ ભણ્યાં હોય તેવા કુલ 685 કેદીઓ છે. 254 ગ્રેજયુએટ કેદી હાલમાં જેલમાં છે. 20 કેદીઓ તો એવા છે જેમની પાસે ટેકનિકલ ડીગ્રી,ડિપ્લામા ડીગ્રી છે. આ જેલોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ 99 આરોપીઓ છે. રિપોર્ટમાં બીજો પણ રોચક ખુલાસો એ થયો કે સેન્ટ્રલ અને સબ જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ રાખવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલમાં કેદીઓની ક્ષમતા 7740 છે, પરંતુ તેમાં 7989 કેદીઓ રાખવામાં આવ્યા છે. તો સબજેલમાં 1168ની કેપેસીટી સામે 1433 કેદી જેલમાં રાખવામાં આવ્યા છે.