નકલી નોટનો આ રિપોર્ટ જરૂર તમને ચોંકાવશે !

ગુજરાતનું સ્થાન જાણવા જેવું

નકલી નોટનો આ રિપોર્ટ જરૂર તમને ચોંકાવશે !
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

સ્વામીનારાયણ સાધુ દ્વારા મંદિરમાં જ નકલી નોટ છાપવાનું કૌભાંડ હાલ ચર્ચામાં છે, ત્યારે નેશનલ ક્રાઇમ બ્યૂરોનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ગુજરાતીઓને નીચું જોવું પડે તેવા આંકડા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2017માં ગુજરાતમાંથી રૂપિયા 9 કરોડની નકલી નોટો પકડાઇ, જેને બીજી રીતે જોઇએ તો દેશભરમાંથી પકડાયેલી નકલી કરન્સીનો એકલા ગુજરાતમાંથી જ 32 ટકા હિસ્સો હતો. તો નકલી નોટ મામલે દિલ્હી બીજા નંબરે છે. ગુજરાત અને દિલ્હીને સાથે જોડવામાં આવે તો દેશમાંથી 50 ટકા નકલી કરન્સી આ બે રાજ્યમાંથી પકડાઇ છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ નકલી નોટનો રિપોર્ટ બનાવવાનું શરૂ કરાયું હતું. 2017માં દેશભરમાંથી જુદાજુદા દરની 3.56 લાખથી વધારે 28 કરોડના મૂલ્યની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જો કે ચોંકાવનારી બાબત એ છે કે નકલી નોટોનો પકડાયેલો 56 ટકાથી વધારે હિસ્સો ગુજરાત અને દિલ્હીમાંથી જપ્ત કરાયો હતો. મજાની વાત એ છે કે દેશના 10 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા પણ છે જ્યાં એકેય નકલી નોટ નથી મળી. જેમાં ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા જેવા પ્રદેશ છે.