નરેન્દ્ર મોદી આવશે રાજકોટ...

આ કાર્યક્રમમા આપશે હાજરી 

નરેન્દ્ર મોદી આવશે રાજકોટ...

Mysamachar.in-રાજકોટ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના જન્મદિવસે ગુજરાતમાં આવ્યા હતા, અને તેવોએ નર્મદા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી, આ વાતને હજુ થોડા જ દિવસો થયા છે ત્યાં નરેન્દ્ર મોદી ફરી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જે સંભવિત કાર્યક્રમો જાણવા મળી રહ્યા છે તે પ્રમાણે નરેન્દ્ર મોદી રાજકોટ શહેરના ખંઢેરી સ્ટેડિયમ પાસે નિર્માણ પામનાર એઇમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2 ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ સિવિલ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. બાદમાં ગાંધી જયંતીને લઇને કબા ગાંધીના ડેલાની મુલાકાત લેશે, જો કે નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે કે કેમ તે અંગે હજી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.મહત્વનું છે કે રાજકોટમાં 1200 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ બનવા જઈ રહી છે, જેનો લાભ સૌરાષ્ટ્રની સાથોસાથ ગુજરાતના નાગરિકોને પણ મળશે. 800થી વધુ બેડની સુવિધા ધરાવતી અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આ માટે રાજ્ય સરકાર દ્વારા 120 એકર જમીન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.