લતિપુર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારનો NQAS ઍવોર્ડ

જિલ્લામાં ત્રીજું ધ્રોલ તાલુકામાં પ્રથમ સ્થાન

લતિપુર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારનો NQAS ઍવોર્ડ

Mysamachar.in-જામનગર:

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના NHSRC ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મુજબ ઉચ્ચકક્ષાનું રાષ્ટ્રીય લેવલનું બહુમાન જામનગર જિલ્લાના લતિપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અને આજરોજ મળેલ છે. જે જામનગર જિલ્લાનું ત્રીજું તથા ધ્રોલ તાલુકાનું પ્રથમ આરોગ્ય કેન્દ્ર સન્માનીત થયેલ છે.

આ એવોર્ડ મેળવવા માટે રાજ્ય લેવલનું NQAS પ્રમાણપત્ર મેળવેલું ફરજિયાત હોય છે. ત્યારબાદ ભારત સરકારમાંથી નિમણૂક પામેલ તજજ્ઞોના મૂલ્યાંકન દ્વારા બહુ જ ઊંડાણથી બે દિવસ સુધી તારીખ 18-19 સપ્ટેમ્બરના રોજ ડો.દવે કિરણ કેરળથી અને ડો. કે. નાગેશ્વર રાવ હૈદરાબાદ દ્વારા મૂલ્યાંકન કરી બંધ કવરમાં રીપોર્ટ ભારત સરકારને મોકલાવેલ અને તેમાં 91.90 ટકા સ્કોર મેળવીને આરોગ્ય કેન્દ્રને પ્રમાણપત્ર અને એવોર્ડ મળેલ છે. આ પ્રસંગે જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બથવાર સાહેબ દ્વારા લતિપુર આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ તથા ડો. સુભાષ ધમસાણીયા QMO સાહેબ અને ડો. મકવાણા સાહેબને અભિનંદન પાઠવેલ છે. અને ભવિષ્યમાં વધુ ને વધુ સફળતા શિખર સર કરી જામનગર જિલ્લાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવેલ છે તેમ જ આરોગ્ય કેન્દ્રને છેલ્લા ચાર વર્ષથી સતત સ્વચ્છતાનો કાયાકલ્પ એવોર્ડ પણ મેળવેલ છે.

આ આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા ખાનગી દવાખાનાને પણ ટક્કર મારે એવી ઉડીને આંખે વળગે તેવી છે. તેમ જ તમામ સ્ટાફનો માનવતાપૂર્ણ સ્વભાવ અને દર્દીઓ પ્રત્યેનો માંનપૂર્ણ વ્યવહાર અને આરોગ્યપ્રદ વાતાવરણથી આ આરોગ્ય કેન્દ્ર મહેકી ઊઠેલ છે આ નેશનલ લેવલના પ્રમાણપત્ર મેળવવા બદલ લતિપુર ગામ તથા આજુબાજુના ગામોના તમામ દર્દીઓનો આભાર પણ તબીબોએ વ્યક્ત કરેલ..