ઉમિયા મોબાઈલના સહકારથી Mysamachar.in ધ્વારા જાહેર સંસ્થા અને સહકારી કચેરીમાં હેન્ડ સેનિટાઇઝર કીટ અર્પણ 

ઉમિયા મોબાઈલના સહકારથી Mysamachar.in ધ્વારા જાહેર સંસ્થા અને સહકારી કચેરીમાં હેન્ડ સેનિટાઇઝર કીટ અર્પણ 

Mysamachar.in-જામનગર

કોરોનાની મહામારી વચ્ચે જામનગર શહેર ફરીથી કાર્યરત થઈ રહયું છે. ત્યારે જામનગરના ઔધોગિક અને વ્યાવસાયિક એકમો શરૂ થઈ રહયા છે. આવા સમયે જાહેર સ્થળો પર સેનિટાઇઝર અને સોશીયલ ડિસ્ટન્સની દરેકની ફરજ બની રહી છે. ઉમિયા મોબાઈલ-જામનગરના સહકારથી અને જામનગરના પ્રથમ ન્યૂઝ પોર્ટલ Mysamachar.in ધ્વારા જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન કમિશ્નર ઓફિસ સીટી ડી વાય એસ પી ઓફીસ ફેક્ટરી ઓનર્સ એસો વગેરે 10 સરકારી કચેરી અને જાહેર સંસ્થાઓના હેન્ડ સેનિટાઇઝર કીટ અર્પણ કરવામાં આવેલ.

જામનગર ફેક્ટરી ઓનર્સ એસો ઓફીસ ખાતે હેન્ડ સેનિટાઇઝર કીટ રાખી ઉધોગકરોને સેનિટાઇઝર અંગે માર્ગદર્શન આપવાની શરૂઆત જામનગર ફેક્ટરી ઓનર્સ એસોના પ્રમુખ લાખાભાઇ કેશવાલા ધ્વારા કરવામાં આવેલ આ સમયે ઉમિયા મોબાઈલના ગિરીશભાઈ પટેલ માય સમાચારના મેનેજીંગ એડીટર દર્શન ઠક્કર, વિશ્વાસ ઠક્કર, ફેક્ટરી ઓનર્સના હોદેદારો તેમજ ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.