ગોકુલનગર નજીક યુવકની હત્યા..

જાણો શું છે કારણ..?

ગોકુલનગર નજીક યુવકની હત્યા..

Mysamachar.in-જામનગર:

શહેરના ગોકુલનગરથી કનસુમરા તરફ જતા રસ્તા પર આજે એક યુવકની હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે,દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂર તાલુકાનાં મૂળ પાનેલી ગામના ૨૫ વર્ષીય જાલમ ધીરુ આજાણી નામના યુવકની માથાના તથા હાથપગના ભાગે ઇજાઓ કરી હત્યા નીપજાવાઈ હોવાનું સામે આવી રહ્યું છે,યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે,ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સ્ત્રી પ્રકરણમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું છે, 

આ હત્યાના બનાવની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે જે યુવકની ત્રણ શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે,તેમાં સ્ત્રી પ્રકરણ કારણભૂત હોવાનું સામે  આવ્યુ છે,જામનગર ગોકુલનગરમાં રહેતા સગરાજ હાજાણીની પત્ની સાથે મરણ જનાર જાલમના ભાઈ બ્રિજકરણને પ્રેમસંબંધ હોય ભગાડીને ઘરમાં બેસાડેલ હતી અને આ બાબતે સમાધાન થઈ જતા જાલણ ઉર્ફે જાલમએ પોતાની પત્ની કુવરને સગરાજને સોંપી આપેલ હતી.

તેમ છતા જાલણ અને કુવર વચ્ચે પ્રેમસંબંધ ચાલુ હોય અને મોબાઈલ પર વાતોચીતો કરતા હોવાની જાણ સગરાજને થઈ હતી અને જેનો ખાર રાખી પૂર્વાયોજીત કાવતરાના ભાગરૂપે સગરાજ તેમજ વિહા હાજાણી, હેમસુર વગેરે ત્રણ શખ્સોએ મરણ જનારને ગોકુલનગર નજીક બોલાવી અને જાલણ ઉર્ફે જાલમનું મોત નીપજવ્યાનું સામે આવ્યું છે.ત્યારે સીટી-સી પોલીસે ૩૦૨,૧૨૦(બી)સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.