સ્વરૂપવાન મહિલાએ પ્રેમી સાથે મળીને કેવી રીતે કરી જૂના પ્રેમીની હત્યા

લોહીના ડાઘાઓ સાફ કર્યાં હતા

સ્વરૂપવાન મહિલાએ પ્રેમી સાથે મળીને કેવી રીતે કરી જૂના પ્રેમીની હત્યા

Mysamachar.in-નવસારી:

લગ્ન જીવન દરમ્યાન પતિથી મન ભરાઈ ગયા બાદ પરિણીતા એક પછી એક બે યુવાનના પ્રેમમાં પડી હતી, અને પ્રથમ પ્રેમીના ત્રાસથી છૂટવા હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,
લગ્નજીવનના ભંગાણ બાદ પરિણીત મહિલાના ચકચારી પ્રેમ પ્રકરણના બનાવની મળતી વિગત મુજબ નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતી કોમલબેનનું(નામ બદલાવેલ છે) લગ્ન જીવનમાં પતિ સાથે અણબનાવ સર્જાતા લગ્ન સંસારમાં ભંગાણ સર્જાયું હતું,

દરમ્યાન સુરતમાં સાથે નોકરી કરતા મોહમ્મદ નામના યુવક સાથે આંખ મળી જતા કોમલબેનને મોહમ્મદ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ આ પ્રેમ પ્રકરણ પણ લાંબુ ચાલ્યું નહીં અને છેલ્લા 9 મહિનાથી બન્ને વચ્ચેનો પ્રેમ તૂટી ગયો હતો,

ત્યારબાદ આ સ્વરૂપવાન મહિલાના જીવનમાં ફરીથી નવો પ્રેમી મનીષ આવ્યો અને બંને વચ્ચે ફરીથી નવા પ્રેમપ્રકરણની શરૂઆત થઈ હતી. પરંતુ જૂનો પ્રેમી મોહમ્મદ પોતાની જૂની પ્રેમિકાને ભૂલી શક્યો ન હતો જેના કારણે તે પ્રેમિકાના ઘરે જઈને હેરાન કરતો હતો,

આથી જૂના પ્રેમીથી કંટાળીને કોમલબેન અને પ્રેમી મનીષે પ્લાન બનાવીને જુના પ્રેમીને તિક્ષ્ણ હથિયાર માથાના ભાગે મારીને હત્યા કરી મૃતદેહ નવસારીના વિરાવળ ગામ ખાતે આવેલ પૂર્ણા નદીના બ્રીજ પર છોડીને ફરાર થઈ ગયા હતા અને ત્યાંથી પરત આવી હત્યાનો ભેદ છુપાવવા માટે ઘરે આવીને લોહીના ડાઘાઓ સાફ કર્યાં હતા,

લાશને બ્રીજ પર છોડી આવ્યા બાદ ફરીથી આ મહિલાએ પોતાના મિત્ર રેહાનને બોલાવી તેને ઘટનાની જાણ કરી હતી અને તેની મદદ લઈ તેની સાથે બાઈક પર સવાર થઈ પ્રેમી અને પ્રેમિકા સાથે મૃતદેહ જોવા ગયા હતા,

જ્યાં પોલીસ અને લોકોને જોઈ હેબતાઈ ગયા હતા અને પોલીસે સમગ્ર મામલાની તપાસના અંતે આરોપી મહિલા અને પ્રેમીની આકરી ઢબે પૂછપરછ કરતા ભાંગી પડ્યા હતા અને હત્યા કર્યાની કબૂલાત આપી હતી,જેથી પોલીસે મહિલા સહિત 3 સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.