હે....કચરા એકઠા કરવા માટે મનપા રોજના ૩ લાખ નાંખે છે..!

.... છતાંય શહેરમાં ઠેર-ઠેર 

હે....કચરા એકઠા કરવા માટે મનપા રોજના ૩ લાખ નાંખે છે..!

Mysamachar.in-જામનગર:

શહેરમાં સ્વચ્છતાના નામે મીંડુ હોવાની અનેક ફરિયાદો હોવા છતાં આ બાબતે તંત્ર ગંભીરતા દાખવતુ ન  હોય જનઆરોગ્ય અને પર્યાવરણ ઉપર ખતરો સતત તોળાય છે, જેના લોકો ભોગ બની રહ્યા છે. બજેટમાં દર્શાવ્યા મુજબ કચરા એકઠા કરવામાં  જામનગર મનપા રોજના  રૂપિયા   ૩  લાખ અને  દર મહીને રૂપિયા 90 લાખ રૂપિયા ખર્ચે છે,... માટે દરરોજના રૂપિયા ત્રણ લાખનો જાણે કચરો થઇ જાય છે તેમ છતાં ૧૦૦%  સફાઇ તો થતી જ નથી...અને થાય છે તેવી અને કેટલી તે તો બધાને ખબર જ છે...

શહેરનો વિસ્તાર વધી જતા જુદા-જુદા વેસ્ટેજના પ્રકારો મળીને 300 ટન સોલીડવેસ્ટ (અને દરેક વેસ્ટ) કચરો ઉત્પન્ન થાય જ છે આ જથ્થો વધવામાં હોય છે, ઘટવામાં ન હોય તે તો સ્વાભાવીક જ છે,  ત્યારે તંત્ર એવી સુફીયાણી વાતો કરે છે કે દરરોજ કચરો એકઠો કરવા માટે વોર્ડ વાઇઝ વ્યવસ્થા કરવામાં આવી છે, અને મીનીટીપર, ટ્રેકટર, છકડા રીક્ષા, ટેમ્પા અને અન્ય વાહનો દ્વારા કચરો એકઠો કરવામાં આવે છે, તેનો નીકાલ ડમ્પીંગ સાઇટ ઉપર કરવામાં આવે છે. ઉપરાંત દરેક ફરિયાદો ઉપર પુરતુ ઘ્યાન આપવામાં આવે છે, જરૂર મુજબના વિસ્તારોમાં બે વખત સફાઇ કરવામાં આવે છે, કચરા એકઠા કર્યા બાદ તેને ઉપાડવાની નિયમીત વ્યવસ્થા છે, દરેક કચરા પેટી ભરેલી ન પડી રહે તે માટે તેના ખાસ વાન સતત દોડતા રહે છે અને કચરા પેટીઓ ખાલી કરવામાં આવે છે, દરેક સફાઇ કામગીરીના મોનીટરીંગ નિયમીત કરવામાં આવે છે આવી અનેક સુફીયાણી પોતાની સેઇફ સાઇડની વાતો તંત્ર કરે છે...

પરંતુ તેની સામે વાસ્તવીકતા એ છે કે કચરા પેટીઓ અનેક ઉભરાય છે, તેમાંથી કચરા ઢોળી ઢોરના અડીંગા જામે છે, મુખ્યમાર્ગોની સાઇડો ઉપર કચરા ઉડતા હોય છે તેમાંય આંતરીક  રોડ જ્યાં અવર જવર ઓછી હોય ત્યાં તો રોડ સાઇડ, દિવાલ અડીને જાણે ઉકરડા થઇ ગયા હોય તેવા દ્રશ્યો તો ઠેર-ઠેર જોવા મળે છે. વળી આ જે ખર્ચ છે તે રૂપિયા 90 લાખ માત્ર કચરા કલેકશનનો છે. એ સિવાય મહેકમ અને અન્ય ખર્ચ તો વળી અલગ છે. બીજી તરફ કચરો એકઠો કરીને માત્ર ગુલાબનગર પાછળ ડમ્પીંગ થાય છે...

તેના ઉપર પ્રોસેસ તો થતી જ નથી માટે કચરા જ્યાં ત્યાંથી, કચરા વાળવામાં આવે, ભરવામાં આવે, લઇ જવામાં આવે, ઠાલવવામાં આવે, એકઠા થયા કરે તે દરેક તબકકે જન આરોગ્યને નુકસાન કરતા કચરાની વાસ- ખ્યાર- ધુળ- જંતુ વગેરેનું આક્રમણ તો રહે જ છે... કેમકે વૈજ્ઞાનિક ઢબે નિકાલની પઘ્ધતી નથી વળી તંત્રએ એ પણ લાચારી દર્શાવી છે કે ઘન કચરાને ટ્રીટમેન્ટ પ્રોસેસીંગ એન્ડ રીસાયકલીંગ કરી લેનડ ફીલ સાઇટ ખાતે અંતિમ નિકાલ કરવા સુવરડા ગામે 170 એકર જમીન નીમ કરાઇ પરંતુ સ્થાનીકોના વિરોધના કારણે ત્યાં પ્રક્રિયા અટકી ગઇ છે.

-નિંભર તંત્રને પ્રદુષણ બોર્ડની ફરી નોટીસ-રાત્રી સફાઇ..

બીટ ફાળવણી અને સુપર વીઝનમાં તંત્ર નિષ્ફળ, સોલીડવેસ્ટ-કેમીકલવેસ્ટ- ઇવેસ્ટ- બાયોવેસ્ટ સહિત તમામ અલગ થતા નથી, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના જમીન-તળાવ-નદીમાં આડેધડ નીકાલ, રાત્રી સફાઇ અને પાણી છટકાવ કરીને સફાઇ કરવાનું બંધ, કચરાના વૈજ્ઞાનિક ઢબે નીકાલ માટે પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું ઓથોરાઇઝેશન ફરજીયાત હોવા છતાં પાલન ન થતાં કાયદાના ભંગની વધુ એક નોટીસ બોર્ડ ફટકારી છે, રોજના 70 લાખ લીટર ગંદાપાણીના જેવા તેવા પ્રોસેસ બાદ દરિયા-નદીમાં બેફામ નીકાલથી પણ જમીન-તળના વધતા નુકસાન, કચરા પેટી- ઉકરડા સફાઇના અભાવે વધતા સુપ્રકોપ-રોગચાળા, શોપીંગ સેન્ટરોની ગંદકી-ટોયલેટના નીકાલ જાહેર રોડ- ખુલી ગટરમાં થતાં ત્રાસ દાયક સ્થિતિ અને મચ્છર માખીના ઝુડના ઝુડ, જાહેર સ્થળો ઉપર સ્વચ્છતાના અભાવથી રાહદારીઓ-વાહનચાલકોને ત્રાસ, કચરો લઇને જતા વાહનો પેક ન હોવાથી તેમાંથી ઉડતા કચરા અને વાસથી પણ અકળાતા નગરજનો, કચરા-ગંદકી-ગટરના પાણી અંગે સતત મોનીટરીંગ કરી ખાસ ટીમો ફાળવી સફાઇ કરવાનું કોઇ ઠોસ આયોજન નહીં, દેશમાં ‘સ્વચ્છતા અભિયાન’ ચાલે છે પરંતુ નગરમાં જોવા મળતુ નથી, કચરા-ગંદકી-મરેલા પશુ- ઢોરની ટોલ ફ્રી ઉપર ફરિયાદ થાય તો ‘નિકાલ’ના મેસેજ મળી જાય છે ખરેખર તો સ્થિતિ એની એજ હોય છે.