મનપાના એ અધિકારી અમારી પાસે “વર્ધી” ઑ પણ ભરાવે છે.!

બે પાનાનાં પત્રએ મચાવી ચકચાર

મનપાના એ અધિકારી અમારી પાસે “વર્ધી” ઑ પણ ભરાવે છે.!

Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે સરકારી કામો કરતાં કોન્ટ્રાકટરો અને જે-તે સરકારી કચેરીના ઓડિટ વિભાગ વચ્ચે સારો તાલમેલ હોય છે, અને બંને એક બીજાને ખુશ રાખવાનો પ્રયાસ પણ કરતાં હોય છે, ત્યારે જામનગર મહાનગર પાલિકાના ઓડિટ વિભાગના એક અધિકારી વિરુધ્ધ કોન્ટ્રાકટરો દ્વારા ફરતો કરવામાં આવેલ એક નનામી પત્ર જામનગર મહાનગર પાલિકાના વર્તુળ સહિત સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની જવા પામ્યો છે, એમાં પણ દિવાળી જ્યારે નજીક છે ત્યારે કોન્ટ્રાકટરો અને ઓડિટ વિભાગ વચ્ચે કઈક ખાંટુ પડયાના અણસાર આપી રહ્યું છે,

કોર્પોરેશનના ઓડિટ વિભાગના એક સિનિયર અધિકારી વિરુધ્ધ કથિત ભ્રષ્ટાચારના ગંભીર આરોપનો જે બે પાનાનો પત્ર ફરતો થયો છે, તેમાં ચોકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. મનપાની ત્રણ મોટી શાખાના કોન્ટ્રાકટરો દ્વારા ઓડિટ વિભાગના એક અધિકારી પર કનડગત કરી ને “શ્રીમંત” બન્યા હોવાનું નનામી પત્રમાં ટાંકવામાં આવ્યું છે. અને પાછા અધિકારી જાણે બાહુબલી હોય તેમ ધમકાવવાનો આક્ષેપ પણ લગાવાયો છે, પત્રમાં કોન્ટ્રાકટરોનું કહેવું છે કે ઓડિટ વિભાગના એક અધિકારી પાસે બિલ પાસ કરવું ખુબજ અઘરું છે. કારણ કે તેઓ બિલ પાસ કરાવ્યા પહેલા એડ્વાન્સ "પેમેન્ટ"માંગે છે, આટલું ઓછું હોય તેમ નાના-મોટા પ્રાઈવેટ કામો પણ “વર્ધી” સ્વરૂપે કરાવે છે. વધુમાં કોન્ટ્રાકટરોએ આક્ષેપ કર્યો છે કે ટૂંકાગાળામાં “શ્રીમંત” થયેલા અધિકારી અમારા પૈકી એક કોન્ટ્રાકટરની આ સિનિયર ઓડિટર સાથે થોડાસમય પૂર્વે બોલાચાલી થઈ હતી,ત્યારે તેઓએ કોન્ટ્રાકટરને ધમકાવતાં કહ્યું હતું કે, આવતા મહિનાથી હુ જ ચીફ ઓડિટર છું. આખું મનપા મારી નીચે હશે. તો તું શાનમાં રહેજે. તેવી છીંકી પણ મારે છે.

-અનેક મિલકતો બનાવી લીધાનો આક્ષેપ.
પત્રમાં જે કથિત આક્ષેપ છે તેમાં આ અધિકારીની મુદત એક કે બે વર્ષમાં પૂરી થવાની છે. આથી તેઓ ફુલ બેટિંગ મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. અને તેને ટૂંક સમયમા  જ મોટા પ્રમાણમાં મિલકત બનાવી લીધી હોવાના ઉલ્લેખમાં લાખોનો બંગલો, 2 દુકાનો સહિત અનેક જગ્યાએ જમીનોના માલીક છે.