ખેતર જોવા ગયેલા પરિવારની કાર કેનાલમાં ખાબકી, માતા-પુત્રીનાં મોત

ત્રણમાંથી બેનાં ઘટનાસ્થળે જ મોત

ખેતર જોવા ગયેલા પરિવારની કાર કેનાલમાં ખાબકી, માતા-પુત્રીનાં મોત

Mysamachar.in-બોટાદઃ

બોટાદના રેફડા નજીક બ્રાંચ કેનાલમાં કાર ખાબકી હતી, જેમાં સવાર ત્રણમાંથી બે લોકોનાં મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. તો ઘટનાની જાણ થતાં આસપાસના ગામલોકો અને પોલીસ ટીમ દોડી આવી હતી અને કાર તથા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી છે જે હાલ સારવાર હેઠળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે કે ભાવનગરમાં સરદારનગર સર્કલ પાસે રહેતો પરિવાર રેફડા ગામે આવેલું પોતાનું ખેતર જોવા માટે નીકળ્યો હતો, આ દરમિયાન કેનાલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. કલાકોની જહેમત બાદ કારને ટ્રેક્ટર વડે દોરડાથી બાંધીને બહાર કઢાઇ હતી. માતા-પુત્રીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે. તો મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીં એકઠા થયા હતા.