માતાએ દોઢ વર્ષના પુત્રને ગળે બાંધી તળાવમાં ઝંપલાવ્યું, બંનેનાં મોત

જાણો કેમ કર્યો આપઘાત

માતાએ દોઢ વર્ષના પુત્રને ગળે બાંધી તળાવમાં ઝંપલાવ્યું, બંનેનાં મોત
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-દ્વારકાઃ

આજના મોંઘવારીના જમાનામાં સામાન્ય વર્ગ માટે જીવનનિર્વાહ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, આવી ચિંતાને લઇને એક મહિલાએ પતિના મૃત્યુના પાંચ દિવસ બાદ પોતાના દોઢ વર્ષના પુત્ર સાથે તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. દ્વારકાના કલ્યાણપુરમાં રાવલ પાસોડી વિસ્તારમાં રાણીબેન નામની મહિલાએ પોતાના દોઢ વર્ષના પુત્રને ગળામાં ફાળિયા વડે બાંધી પાણી ભરેલી ખેત તલાવડીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. બાદમાં મૃતક રાણીબેનના દિયરે પોલીસને જાણ કરતાં ખંભાળિયા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક વિગતમાં કહેવામાં આવી રહ્યું છે કે આપઘાત કરનાર રાણીબેનના પતિ મોહન ગામીએ ગત 5 તારીખે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોતાના પતિના મૃત્યુના આઘાતમાં સરી પડેલી રાણીબેને પણ આપઘાત કરી લીધો છે. રાણીબેન અને મોહનભાઇના લગ્નને ત્રણ વર્ષ થયા હતા. મોહનભાઇ ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે કલ્યાણપુર હેડ કોન્સ્ટેબલે મૃતક રાણીબેન વિરુદ્ધ કલમ 302 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.