વડોદરા જતી લક્ઝરી બસ પલ્ટી ૩૦થી વધુ ઇજાગ્રસ્ત

ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા..

વડોદરા જતી લક્ઝરી બસ પલ્ટી ૩૦થી વધુ ઇજાગ્રસ્ત

Mysamachar.in-બનાસકાંઠા:

રાજ્યમા વધી રહેલ માર્ગ અકસ્માતોની ઘટનામાં વધુ એક કિસ્સો આજે વહેલી સવારના બનાસકાંઠા નજીક બન્યો છે,જ્યાં ખાનગી બસ પલ્ટી જતાં ૩૦ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે,દાંતીવાડાનાં મોટી મહુડી પાસે લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી.આ બસ ઝાલોરથી વડોદરા જતી હતી. જેમાં ૩૦ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.ઇજાગ્રસ્તોને સારવાર માટે પાંથાવાડા,ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે,ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે,