વાયણુ વારવા જતા પરિવારને નડ્યો અક્માત, 17 લોકો ઘાયલ

પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ

વાયણુ વારવા જતા પરિવારને નડ્યો અક્માત, 17 લોકો ઘાયલ

Mysamachar.in-જામનગરઃ

જામનગર નજીક આવેલા નાઘેડી પાસે છોટા હાથી પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો, ઘટનામાં 17 લોકોને ઇજા પહોંચી છે. જેમાંથી ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ અને આસપાસ રહેતા લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સતવારા પરિવારના લોકો છોટા હાથી વાહનમાં બેસી ખીમરાણાથી આમરા ગામે વાયણું વારવા જતાં હતા. ઘટનામાં ઘાયલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.