પુ.મોરારીબાપુએ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગરની શુભેચ્છા મુલાકાત લીધી...

પુ.મોરારીબાપુએ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગરની શુભેચ્છા મુલાકાત લીધી...

Mysamachar.in-જામનગર:

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા રાષ્ટ્રમાતા કસ્તુરબાની સાર્ધ શતાબ્દી વર્ષ દરમ્યાન પૂ. મોરારીબાપુનું પાવન સાનિધ્ય સંસ્થાને મળે તેવી મંગળ ઇચ્છાથી, સંસ્થામાં પૂ. મોરારીબાપુના પગલાં કરવા અપાયેલ નિમંત્રણને માન આપીને તેમણે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંસ્થા ખાતે પૂ. ગાંધીજી તથા પૂ. બાની તસ્વીરને સૂત્રમાલા અર્પણ કરી પૂ. મોરારીબાપુએ સૌને મૌન આશિષ આપ્યા હતા. સંસ્થાના મેને. ટ્રસ્ટી કરશનભાઇ ડાંગરે શાબ્દીક સ્વાગત કરી પૂ. બાપુને સૂતરની આંટી વડે આવકાર્યા હતા. સંસ્થાની લાભાર્થી દીકરીઓ-બહેનો તથા કર્મચારીઓ વતી મા.મંત્રી હીરાબેન, મા.મંત્રી સુચેતાબેન, સહમંત્રી મુકતાબેને બાપુને સૂત્રમાલા વડે વંદન કર્યા હતા. સંસ્થા પ્રમુખ લલિતાબેન નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શક્યા નહીં પરંતુ પૂ. બાપુને વંદન પાઠવ્યા હતા. પૂ. મોરારીબાપુએ મુલાકાતના પ્રસાદ સ્વરૂપે રૂ. 11,000/- સંસ્થાને અનુદાન આપ્યું હતું.