સાંસદ પૂનમબેન માડમના બંગલો પર પુ.મોરારીબાપુની પધરામણી

સાંસદ પૂનમબેન માડમના બંગલો પર પુ.મોરારીબાપુની પધરામણી

Mysamachar.in-જામનગર:

હાલ જામનગર એરપોર્ટ નજીક પ્રખર રામકથાકાર મોરારીબાપુની રામકથા ચાલી રહી છે.ત્યારે ગત સાંજે જામનગરના સાંસદ પૂનમબેન માડમના બંગલો ખાતે પૂ.મોરારિબાપુ એ પધરામણી કરતાં સાંસદ સહિતના પરીવારે મોરારીબાપુનું સ્વાગત કર્યું હતું, મોરારીબાપુની પધરામણી વખતે સાંસદ પુનમબેન માડમ પરિવારના સભ્યો સહિત સમાજના શ્રેષ્ઠીઓ પણ પૂનમબેન ના બંગલો ખાતે હાજર રહ્યા હતા, પુ.મોરારિબાપુ એ પૂનમબેનના બંગલો પર પધરામણી કર્યા બાદ પૂનમબેનના પરિવારજનો ઉપરાંત હાજર સૌ કોઈને પણ આશીર્વાદ આપ્યા હતા, પૂનમબેન ના બંગલો પર પધરામણી સમયે પૂનમબેન માડમ ના પરિવારના સભ્યોની સાથે-સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી સહિત શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિન્ડોચા, પ્રવીણભાઈ માડમ, ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખો કિરીટ મહેતા,જીતેન્દ્ર લાલ કોટક ગ્રુપના વિપુલ કોટક, નીરજ દતાણી, સહીતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.