જામનગરના આંગણે શનિવારથી મોરારીબાપુની “રામકથા”, ૧૦૦ વીઘા જમીનમાં ભવ્ય આયોજન...

લાખો લોકો ઉમટી પડશે..

જામનગરના આંગણે શનિવારથી મોરારીબાપુની “રામકથા”, ૧૦૦ વીઘા જમીનમાં ભવ્ય આયોજન...

Mysamachar.in-જામનગર:

જામનગરના આંગણે આગામી તા.૭ થી પુ.મોરારીબાપુની રામકથા “માનસ ક્ષમા”નો પ્રારંભ થઇ રહ્યો છે, જામનગરના આંગણે ૧૬ વર્ષ બાદ ફરીવખત મોરારીબાપુની રામકથા યોજાવવા જઈ રહી છે, જે જામનગર માટે પણ ગૌરવની વાત છે, ત્યારે આ કથા એવી પણ છે કે જેની નિમંત્રણપત્રિકામા કોઈ નિમંત્રક  જ નથી, અને સમગ્ર જામનગરને આ કથાનો શ્રેય આપવામાં આવ્યો છે,ગઈકાલે કથાસ્થળે એટલે કે એરપોર્ટ સામે જયંતિભાઈ ચાંદ્રા, ધર્મેન્દ્રભાઈ ચાંદ્રા, કિરીટભાઈ મેહતા, હરીશ કનખરા, મુકેશ જોઇશર સહિતના કમીટી મેમ્બર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપતા સમયે આ વાત કહેવામાં આવી હતી,આ ભવ્યાતીભવ્ય આયોજનમાં કોઈ ખામી નહિ રહે તે માટેની વિગતો પણ વર્ણવામાં આવી છે,અને લોકો વધુમાં વધુ આ રામકથા નો લાભ લે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.કથાના મુખ્ય મુદાઓ પર નજર કરવામાં આવે તો..

- રામકથા પ્રેમરસની ભક્તિ માટે વોટરપપ્રૂફ દોઢ લાખ ફૂટના ત્રણ ડોમ બનાવાયા

-પ્રસાદ માટે એક લાખ ફૂટના વોટરપ્રૂફ ડોમ જેમાં દર ૧૦ મિનિટે ૧૦ હજાર માણસ આરામથી પ્રસાદ લઈને નીકળી શકશે.

- કથા સ્થળે ૧૨૦૦ કાર સહિત વિશાળ પાર્કિંગ વ્યવસ્થા.

-સમગ્ર વ્યવસ્થા આયોજનમાં આજુબાજુના ગામના તેમજ જ્ઞાતિઓના મળી ત્રણ હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપશે.

- કથાની અંદર નાના-મોટાના ભેદભાવ વગર તમામ માટે એક જ રસોડે એક સરખો પ્રસાદ બનશે અને પિરસાશે

- કથા સ્થળે પહોચવા માટે રીક્ષા તેમજ સિટી બસ સંચાલકો દ્વારા ભક્તોને નજીવા દરે કથા સ્થળે પહોચાડવા માટે ખાતરી આપવામાં આવી

- કથામાં સર્વધર્મ સંભાવ સાથે મુસ્લિમ સહિત ઇતર જ્ઞાતિના સ્વયંસેવકો પણ સેવા આપશે.

- કથાની અંદર બેઠક વ્યવસ્થા માટે કોઈપણ જાતના પાસની વ્યવસ્થા રાખવામા આવેલ ન હોય વહેલો તે પહેલો ના ધોરણે લોકો પોતાનું આગળ સ્થાન મેળવી શકશે.

- કથા સ્થળની બાજુમાં ઊભા કરાયેલા બંને ડોમમાં ખુરશી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સિનિયર સીટીઝન માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલી છે,

- કથા સ્થળે જામનગરની જી.જી. હોસ્પિટલ તેમજ ગોકુલ  હોસ્પિટલ દ્વારા પ્રાથમિક સારવાર અને વિના મૂલ્યે દવા મળી રહે તે માટે આયોજન કરાયું છે.

- જામનગર મહાનગરપાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઑ દ્વારા કોર્પોરશન ને લગતી સફાઈ,ફાયર, આરોગ્યલક્ષી સહિતની સેવા માટે સહયોગ આપવામાં આવી રહ્યો છે.

- પોલીસ તંત્ર દ્વારા રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ ખિસ્સાકાતરૂ, ચીલઝડપ કરનારાઓને ઝડપી પાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.    

- જિલ્લા કલેક્ટર તથા કચેરી દ્વારા પણ સહયોગ સાથે જિલ્લા પંચાયત, આરોગ્યશાખાનો પણ સહકાર

- કથા સ્થળે ખાનગી સિક્યોરિટી તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે.

- દરરોજ ૭૫ હજારથી વધુ લોકો આરામથી બેસીને પ્રેમરસ માણી શકશે. સાથે જ આવનાર તમામ રામભક્તને પ્રસાદ માટે રસોડામાં ઇડરની ૧૭ જણાની ટીમ ભાવતા પકવાન બનાવશે.

- જામનગરની આ કથામાં ખાસ કરીને આજુબાજુના ૫૦ થી વધુ ગામના સરપંચો, અગ્રણીઓ દ્વારા કાર્યશીલ સ્વયંસેવકો પૂરા પાડવામાં આવ્યા છે.

- કથા દરમ્યાન જી.જી. હોસ્પિટલ દ્વારા પણ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

-કથા સ્થળે ગોકુલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને કોઈપણ પ્રકારની વધારાની સારવારની જરૂર જણાશે તો ફ્રી ઓફ કોસ્ટ ગોકુલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે તેવી ખાતરી ડો.કે.એસ. મહેશ્વરી દ્વારા આપવામાં આવી છે.

-સ્થળે લાઇટની વ્યવસ્થા વિના વિધ્ને જળવાઈ રહે તે માટે PGVCLના અધિકારી તેમજ કર્મચારીઓનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.

-દેશ-વિદેશથી આવનાર ત્રણ હજારથી વધુ રામ ભક્ત મહેમાનો માટે ૨૦૦ થી વધુ ફ્લેટો-ટેનમેન્ટો  જામનગરના બિલ્ડરોએ વિનામુલ્યે પૂરા પડી સહકાર આપ્યો છે.

-જામનગરની અનેક જ્ઞાતિઓ દ્વારા પોતાની વાડીઑ ઉતારા માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

- જામનગરના સ્વામમીનારાયણ ગુરુકુળના પૂ.ગોવિંદસ્વામી દ્વારા ગુરુકુળમાં ૫૦૦ થી વધુ લોકોના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

-  જામનગર હોટલ એસો. દ્વારા પણ રામકથા માટે આવતા ભક્તોને માટે ભારે ડિસ્કાઉન્ટ સાથે રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

-કથા સ્થળે પાર્કિંગ થી સિનિયર સિટીઝનોને કથા ડોમ સુધી પહોચાડવા માટે ઇ-વ્હીકલની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

- પાછળના ભાગે બેઠેલા રામભકતો માટે ૨૨ ફુટ મોટા LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

-  કથા માણવા માટે શહેરના અંધાશ્રમ,વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમમાં રહેનારાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

- એન્ટ્રી માટે આવક-જાવક માટે પાંચ સ્થળે એન્ટ્રી ગેઇટ બનાવવામાં આવેલ છે.

- કથાનો મુખ્ય ઉદ્દેશ લોકો પ્રેમથી કથાને માણે, પ્રસાદ લે અને તન અને મનથી ઉપસ્થિત રહે, કોઈપણ પ્રકારનો ફાળો લેવામાં આવનાર નથી

-બહારગામથી આવનાર મહેમાનો માટે તેમજ પૂછપરછ માટે પૂછપરછ કેન્દ્ર વિપુલ ગ્રીન સમર્પણ હોસ્પિટલ સામે બનાવવામાં આવેલ છે. જેથી “આવનાર કોઈપણ કથા સ્થળે પહોચવામાં મુશ્કેલી ન પડે.

- રામકથાનો સમય પ્રથમ દિવસે તા.૦૭-૦૯-૨૦૧૯ ને શનિવાર ના સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી રહેશે બીજા દિવસે એટલે કે રવિવાર, તા. ૦૮-૦૯-૨૦૧૯ થી કથા નો સમય સવારે ૯/૩૦ વાગ્યા ૧/૩૦ વાગ્યા નો દરરોજ રહેશે.

- લાઈવ પ્રસારણ આસ્થા ચેનલ ઉપર આવશે, રામકથાના શ્રવણ માટે અલ્ટ્રા સોનિક લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવેલ છે.