હવે 11 આંકડાનો થઈ જશે મોબાઈલ નંબર

બીજા ક્યા ફેરફાર થશે, જાણો વિગતે

હવે 11 આંકડાનો થઈ જશે મોબાઈલ નંબર

Mysamachar.in-ગુજરાત:
ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા(ટ્રાઈ)એ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, એ પ્રમાણે મોબાઈલ નંબર 11 આંકડાનો કરી દેવાથી યુઝર્સની ક્ષમતા 1000 કરોડ સુધી પહોંચી શકશે. 10  આંકડાના મોબાઈલ નંબરની ક્ષમતા હવે પૂરી થવામાં છે, ટ્રાઈએ તેના પ્રસ્તાવમાં કહ્યું હતું કે બધા નવા નંબરમાં આગળ 9  ઉમેરવાથી મોબાઈલ નંબરની કુલ ક્ષમતા 1000 કરોડની થઈ જશે. અત્યારે 10  આંકડાના નંબરથી દેશમાં કુલ 700 કરોડ સીમકાર્ડ વેંચાય તેટલી ક્ષમતા છે. એ ક્ષમતાની લિમિટ આવી જાય તે પહેલાં 11 આંકડાનો નંબર કરવાની ભલામણ ટ્રાઈએ કરી છે.


10 આંકડાના નંબર્સને 11  આંકડાંમાં બદલી નાખવાથી અસંખ્ય નવા નંબર્સ પ્રાપ્ત થઈ જશે. અત્યારે લગભગ 70  ટકા સુધીના નંબર્સ ફાળવી દેવાયા છે, આ સિવાય ટ્રાઇએ ફિક્સ્ડ લાઈનથી કોલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ '0' મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે નંબરની શરૂઆતમાં શૂન્ય ઉમેર્યા વિના પણ લેન્ડલાઇનથી મોબાઇલ નંબરો પર કોલ કરી શકાય છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે ફિક્સ નેટવર્કમાંથી મોબાઇલ પર કોલ કરવા માટે શૂન્ય લગાવવો ફરજિયાત કરવાથી લેવલ 2, 3, 4 અને 6 ના તમામ ફ્રી સબ-લેવલને મોબાઇલ નંબર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ સિવાય ટ્રાઈએ નવી નેશનલ નંબરિંગ યોજના પણ સૂચવી છે, જે શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની છે. આ ઉપરાંત, ટ્રાઇએ ડોંગલ્સ માટે વપરાયેલા મોબાઈલ નંબરને 10 અંકોથી વધારીને 13 અંક કરવાની પણ વાત કરી છે.