શું તમને ખબર છે આ નવા નિયમ વિશે ?

અહીં ફરજિયાત મોબાઇલ નંબર લિંક કરાવવો પડશે

શું તમને ખબર છે આ નવા નિયમ વિશે ?
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

હેલ્મેટના નિયમમાં છૂટછાટ મળ્યા બાદ ભલે તમે રાહતનો શ્વાસ લીધો હોય પરંતુ ટ્રાફિકને લઇને વધુ એક નિયમ આવી રહ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક અધિસૂચના જાહેર કરીને લોકોના સૂચન માંગવામાં આવી રહ્યાં છે. જેમાં આ નિયમ અંતર્ગત હવે વાહનોના દસ્તાવેજો એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી), ડ્રાઈવિંગ લાઈસન્સ (ડીએલ), પોલ્યૂશન સર્ટીફિકેટને મોબાઈલ નંબર સાથે લિંક કરવા ફરજિયાત બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જો બધુ બરાબર ચાલ્યું તો આ નિયમ એક એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવશે.  29 ડિસેમ્બર સુધી લોકો તેમના સૂચન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને મોકલી શકશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે ગત બુધવારે જ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને મંજુરી આપી દીધી છે. જેમાં પબ્લિક અને પ્રાઈવેટ કંપનીઓ માટે પર્સનલ ડેટાને રેગ્યુલર કરવામાં આવશે. 

આ નવા નિયમ અંગે કેન્દ્ર સરકારનું માનવું છે કે જો નવો નિયમ વાહનના દસ્તાવેજો સાથે માલિકનો મોબાઈલ નંબર લિંક હશે તો વાહન ચોરી થવાના કિસ્સામાં તુરંત તેની માહિતી મળી જશે. તો ચોરાયેલા વાહનોના ખરીદ-વેચાણ પર પણ અંકુશ લગાવી શકાશે. જો મોબાઇલ નંબર લિંક હશે તો વાહન ડેટા બેસમાં મોબાઈલ નંબર નોંધાયેલા હોવાથી જીપીએસ સિવાય મોબાઈલ નંબરની મદદથી લોકેશન મળી જશે. તો અકસ્માત બાદ માહિતી મેળવવામાં પોલીસ અને RTOને સરળતા રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો મોટા શહેરોમાં ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટને લાગુ કરવાની પણ વિચારણા ચાલી રહી છે.