રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૨.૫૧ લાખ સી.એમ ફંડ અને ૨.૫૧ લાખ પી.એમ.રાહતફંડમાં વ્યક્તિગત ફાળવ્યા 

અન્ય સંસ્થાઓને પણ કરી અપીલ 

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૨.૫૧ લાખ સી.એમ ફંડ અને ૨.૫૧ લાખ પી.એમ.રાહતફંડમાં વ્યક્તિગત ફાળવ્યા 

Mysamachar.in-જામનગર

હાલ સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસની સંક્રમિત બની રહી છે. ત્યારે દુનિયામાં 10 લાખ કરતાં વધુ લોકો ભોગ બન્યા છે. ત્યારે હજુ દિવસે –દિવસે આ રોગચાળો  ફેલાતો જાય છે. આપણાં દેશમાં પણ અત્યાર સુધીમાં 3588 લોકો આ રોગનો ભોગ બન્યા છે. આવા સમયે આ મહામારી સામેનો જંગ જીતવા દેશની કેન્દ્ર સરકાર તથા રાજયની સરકારે પણ મથી રહી છે, ત્યારે આ મહામારીની લડાઈમાં સમગ્ર દેશની પ્રજા ખંભે ખંભા મિલાવી આગળ વધી રહી છે. સ્વભાવીક રીતે આવી લડાઈ માટે નાણાની જરૂરિયાત પણ પ્રાથમિક ગણાય છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદી દ્વારા લોકોને અપીલ કરાઇ છે. તેવો એ પી.એમ.કેર ફંડની ઘોષણા કરી સમગ્ર દેશની પ્રજાને તેમાં સહયોગ આપવા જાહેર અપીલ કરી છે આજ રીતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા પણ રાજયની પ્રજાને મુખ્યમંત્રી રાહતફંડમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરેલ છે. ઉપરોકત બન્ને અપીલોને પ્રતિસાદ આપી જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય અને રાજય સરકારના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી અને હંમેશા માનવ સેવાના કાર્ય હોય કે ધાર્મિક સેવાના કાર્યોમાં યથાશકિત યોગદાન નોધાવેલ છે.

વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈ વ્યક્તિગત રીતે ધર્મેન્દ્રસિંહ જાડેજા .2,51,000 પી.એમ.ફંડમાં અર્પણ કરેલ છે, સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અપીલને ધ્યાને લઈ ગુજરાતના મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.2,51,000નું યોગદાન મોકલી આપેલ છે. આ ઉપરાંત ધારાસભ્ય તરીકેનો એક માસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવેલ છે. તદ ઉપરાંત જામનગરના ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાથી રૂ.25 લાખ સ્ટેટ હેલ્થ સોસાયટી ગુજરાતને પણ ફાળવેલ છે.