ખાણખનીજનો વહીવટ ચોથાવર્ગનો કર્મચારી ચલાવે છે.?

ACB ની નજર થી દુર છે, આ કચેરી.?

ખાણખનીજનો વહીવટ ચોથાવર્ગનો કર્મચારી ચલાવે છે.?

Mysamachar.in-જામનગર:

આપણે કોલસાની દલાલીમા હાથ શા માટે કાળા કરવા તેવો વિચાર કરીને ખાણ ખનીજવિભાગમાં "વહીવટ" એક વિશ્વાસુને સોંપતા ચર્ચાઓ સાથે ટીકાઓએ પણ જોર પકડ્યુ છે, ખનીજના ભંડાર ધરાવતા જામનગર જિલ્લાની જમીનમા માટી, મોરમ, કપચી, લાઇમસ્ટોન વગેરેના ભંડાર છે, ત્યારે મંજુરી મેળવીને તે સિવાયના સ્થળે કે મંજુરીથી વધુ વિસ્તારોમા કે મંજુરી મેળવ્યા વગર જ ખનીજ ચોરી અનેક જગ્યાએથી થાય છે તે જગજાહેર બાબત છે,

આવા સ્થળો લગત વિભાગથી અજાણ હોય તેવુ તો બને નહી માટે ક્યારેક ઇન્સ્પેક્શન ક્યારેક ખનીજ ભરેલા વાહન ડીટેઇન કરવા નાના મોટા કેસ કરવા વગેરે છમકલા તો તંત્ર કરે છે કેમકે થોડો કલર બતાવે તો જ ભોગ કોઇ ધરવા લાગે ને? પરંતુ આ ભોગ જાતે લેવાનુ ટાળીને   “વિશ્ર્વાસુ" એવા ચોથા વર્ગના કર્મચારીને સઘળી જવાબદારી સોંપી દીધી છે, આ કર્મચારીનો રૂઆબ કોઇ લાટ  સાહેબથી કમ નથી તે અરજદારો તેમજ ખનીજ ચોરીને ખાસ " પ્રાઇઝ લીસ્ટ" મુજબનો ચાંદલો કરે છે,અને આ બાબતની ચર્ચાઓ અને ટીકાઓ સાથે જેમા-જેમા " પતાવટ" થઇ છે તેવા કેસોની પણ જાણકારોમા ચર્ચા છે.

-ACB ની નજર થી દુર છે, આ કચેરી.?
છેલ્લા ઘણા સમયથી જામનગર એસીબીએ નોંધપાત્ર કામગીરી કરીને અનેક વિભાગોમા એવી ધાક બેસાડી છે ઘણા વિભાગોમા કેસ નોંધાય છે તે સમયે થોડો સમય ફફડાટ ફેલાય છે, તેમજ જે-જે કચેરી આજુ બાજુ એસીબી કર્મચારીઓ આંટા ફેરા કરે તેવી લગત કચેરીઓમા પણ ફફડાટ પેસેલો રહે છે પરંતુ ખાણખનીજ ખાતુ એસીબીથી આબાદ બચેલુ રહે છે તેથી ખુબજ આશ્ર્ચર્ય થાય છે, ખાણખનીજ ના "વહીવટ" કચેરીમા, જિલ્લામા ઘટના સ્થળે ,કચેરી આજુબાજુ ,ઘણી વખત વાયા વાયા તેમ અનેક રીતે થાય છે પરંતુ જામનગર કે રાજકોટ એસીબીની ચબરાક નજર થી આ " વહીવટ" આબાદ રીતે છટકી જવામા સફળ રહે છે,ઘણી ટ્રેપ ઘણી તપાસો થઇ શકે તેવી શક્યતા છે, પરંતુ કોને ખબર કેમ તે વિભાગના હજુ તકેદારી ફોલ્ડર બન્યા નથી કે કેમ.?