ભુગર્ભમાં રૂપિયા પોણા ત્રણસો કરોડ "ગટર"

હજુ જંગી ખર્ચ કરાશે

ભુગર્ભમાં રૂપિયા પોણા ત્રણસો કરોડ "ગટર"

Mysamachar.in-જામનગર:

શહેરમાં ઉત્પન્ન થતા રોજના ૮૦ લાખ લીટર ગંદા પાણી ને ખુલ્લી ગટરના બદલે ભુગર્ભ ગટર થી નિકાલ કરવાના કોર્પોરેશનના આયોજનમા પોણા ત્રણસો કરોડ તો "ગટર" થઇ ગયા હજુ જંગી ખર્ચ બાકી છે, છતાય જે કામ થયા છે તે પણ પુરતા અને સંતોષકારક તો નથી જ તેમજ સવા દાયકાથી ચાલતુ કામ પુરૂ થવાનુ નામ જ લેતુ નથી, આમ તો ભુગર્ભ ગટર ને લગત કામની શરૂઆત તો વર્ષોથી થયા બાદ નાણાના અભાવે વધુ કામ ન થતા બાદમા ૨૦૦૦ ના વર્ષગાળામા ફરી નાણા મળતા કામ શરૂ થયા ફરી ઠપ્પ થયા ફરી થી આ કામો દાયકાથી તો ચાલે જ છે,

જેમા જુદી-જુદી ગ્રાંટ હેઠળ રુપિયા ૨૭૩  કરોડના કામ થયા હવે હજુ ૧૮૦ કરોડના કામ કરવાના છે, તે ઉપરાંત નવા જોડાયેલ વિસ્તારના ગટરના કામો માટેનો અને ગીચ જુના વિસ્તાર માટેનો ૫૦ કરોડ થી વધુ નો ખર્ચ તો બાકી જ છે, જન આરોગ્ય ના હેતુ માટેનુ આ આયોજન સફળ છે કે કેમ? તે નાગરિકો જ કહિ શકે અને અનેક ફરિયાદો જે નબળા કામની છે અને હેતુ જન આરોગ્ય નો સિદ્ધ નતી થયો તેમ પણ  નિષ્ણાંતો જણાવે છે છતા આ અબજોના કામ મા ચોક્સાઇ નથી અને નાણા વ્યય થયા કે બીજુ કંઇ થયુ હશે તેનુ સ્પષ્ટ તારણ કાઢી શકાય છે.