ગુજરાત પર ફરી ઘેરાશે વરસાદના વાદળો

ખેડૂતો માઠા સમાચાર

ગુજરાત પર ફરી ઘેરાશે વરસાદના વાદળો
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

આ વખતે જાણે કે મેઘરાજા વિદાય લેવાનું નામ જ લેતા નથી. મહા વાવાઝોડાને કારણે પડેલા કમોસમી વરસાદે ખેતરમાં ઉભા પાકને બાળી નાખ્યો તો હવે ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારે તેની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 13-14 નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે જેના કારણે કેટલાક સ્થળો પર મધ્યમ વરસાદ પડી શકે છે. 13માં તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગરમાં સામાન્યથી મધ્યમ અને 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ જામનગર સહિત અનેક જિલ્લામાં સવાર-સાંજ ઠંડીનો અહેસાસ શરૂ થઇ ગયો છે. ખાસ કરીને વહેલી સવારે સ્વેટર પહેરીને નીકળનું પડે તેવી ઠંડી હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર વરસાદની આગાહીને કારણે શિયાળું પાકને નુકસાન થશે.