માતા-પુત્ર અને પત્નીની હત્યા કરનારે કર્યો ચોંકાવનારો ખુલાસો

સામુહિક હત્યાકાંડમાં આરોપીની ધરપકડ

માતા-પુત્ર અને પત્નીની હત્યા કરનારે કર્યો ચોંકાવનારો ખુલાસો

Mysamachar.in-બનાસકાંઠાઃ

બનાસકાંઠાના લાખણી તાલુકાના ભકડીયાલ ગામમાં માતા-પુત્ર અને પત્નીની હત્યા કરનારને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. ધરપડક બાદ યુવકની સઘડ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે એવા ખુલાસો કર્યો કે પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. સગી માતા-પુત્ર અને પત્નીને કુહાડીના ઘા મારી યુવક ખુલ્લેઆમ ગામમાં ફરતો હતો. હાથમાં કુહાડી જોઇ ગામલોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી જો કે થોડી જ ક્ષણોમાં પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો.

પોતાના જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી, જ્યાં પુછપરછમાં યુવકે જણાવ્યું કે તે છેલ્લા કેટલાય સમયથી આપઘાત કરવા માગતો હતો, પરંતુ તેની માતા અને પત્ની આપઘાત કરવા દેતા ન હતા. જ્યારે તે આપઘાતનો પ્રયાસ કરતો ત્યારે તેને રોકતા હતા. હત્યાને અંજામ આપ્યા બાદ યુવક હાથમાં લોહીલુહાણ કુહાડી લઇને ગામમાં આમતેમ ફરી રહ્યો હતો. તેને જોઇને ગામ લોકોના જીવ અધ્ધરતાલ થઇ ગયા હતા. બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે યુવક અસ્થિર મગજનો છે, તેનું માનસિક સંતુલન સારું ન હતું. જ્યારે તેણે માતા-પુત્ર અને પત્નીની હત્યા કરી ત્યારે તેનો 18 વર્ષિય ભત્રિજો સ્થળ પર જ હાજર હતો, તેણે પોલીસને જણાવ્યું કે તેની નજર સમક્ષ તેના કાકાએ કુહાડીના ઘા મારી ત્રણેયની હત્યા નીપજાવી હતી. ભત્રિજાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.