જામજોધપુર ન.પા.મા શાસકપક્ષને ૨૪ કલાકમા શુ ખેલ પાડવો હશે?

ઇરાદા પુર્વક બોર્ડ ઠેલાય તે માટે મોડા ગયા.?

જામજોધપુર ન.પા.મા શાસકપક્ષને ૨૪ કલાકમા શુ ખેલ પાડવો હશે?

Mysamachar.in-જામનગર:

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા એક તો માંડ-માંડ સામાન્યસભા મળતી હોય છે,જેમા પ્રજાલક્ષી વિકાસ કામો મંજુર કરવાના હોય નિતિ વિષયક નિર્ણય લઇ જરૂર પડ્યે સરકારમા પણ અમુક પ્રકરણ મોકલવા પડે તેમાય આવા અખાડા થાય અમુક પ્રશ્નો,ખેચતાણ કે જુથબંધી માટે થઇ ને પ્રજા પ્રતિનિધી છણકા ભણકા ને નારાજગી કે બોર્ડ માટે વિલંબ કરે તે કેટલુ વ્યાજબી છે,તો પ્રજાના સુવિધાના કામો કેમ થાય...?

વાત છે જામનગર જીલ્લાની જામજોધપુરની....આજે જામજોધપુર નગરપાલિકાની સામાન્યસભા મળવાની હતી,પણ સતાધારીપક્ષ ભાજપના પ્રમુખ સહિતના સભ્યો હાજર ના રહી અને મોડે–મોડે આવતા સામાન્યસભા રદ કરી અને આવતીકાલ પર મુલતવી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે,આજે ૧૦:૩૦ કલાકે સભાનું આયોજન હતું,પણ ૧૧:૦૦ વાગ્યા સુધી પણ રાહ જોયા બાદ અંતે કહેવાય છે કે જામજોધપુર નગરપાલિકાના ઇતિહાસમાં પેહલીવખત સભા આ રીતે રદ થઇ હોવાનું જાણવા મળે છે,

હાલ ના જેટ યુગમા એક એક કલાક શાસકો માટે અગત્યની હોય પ્રજાલક્ષી કામ માટે એકતો મહીનાઓ બાદ મળે એમાય ગમા અણગમાવાળો એજન્ડા તૈયાર થાય તેમાય વળી ધમાલ સાથે મંજુર નામંજુર થાય આવા અખાડાઓ જ થવાના હોય તો આવા બોર્ડ નો મતલબ શુ.?

-શાશકપક્ષના એક સભ્ય આવું પણ કહે છે...

આ અંગે શાશકપક્ષના એક સભ્યને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે અમે તો ૧૧:૦૦ વાગ્યામાં ૨ થી ૩ મીનીટ જેટલો સમય બાકી  હતો અને પહોચી ચુક્યા હતા,પણ કાલ પર મુલતવી નો નિર્ણય થઇ ચુક્યો હતો,આ સિવાય શાશકપક્ષના સભ્યોનો કોઈ ઈરાદો નહોતો..