વીમા કંપનીઓની મનમાની બંધ થવી જોઇએઃ પૂનમ માડમ

વીમા કંપનીઓને આડેહાથ લીધી

વીમા કંપનીઓની મનમાની બંધ થવી જોઇએઃ પૂનમ માડમ
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

આ વખતે ખેડૂતો પર આવી પડેલી કુદરતી આફતોને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતીત હોવાનું સાંસદ પૂનમબેન માડમે લોકસભામાં કહ્યું. સાથે જ તેઓએ મનમાની કરી રહેલી વીમા કંપનીઓને આડેહાથ લેતા કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર નિષ્ઠાપુર્વક પ્રયત્નશીલ છે, ત્યારે ખેડૂતોના હિતમાં જોહુકમી કરી શોષણ કરતી વીમા કંપનીઓની મેલી મુરાદોને રોકવા, જરૂરી આદેશ અપાય અને ખાસ સમિતિની રચના કરવા સાથે જરૂરી પગલા લેવાય જેથી ખેડૂતોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સહાયતાની પુરેપુરી રકમ મળે અને જગતના તાત ખરા અર્થમાં સમૃદ્ધ બને. સાંસદ પૂનમ માડમે લોકસભામાં આપેલા ભાષણમાં કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી કે તેઓ પાકવીમા મુદ્દે ઝડપથી દરમ્યાનગીરી કરે સરકારના પ્રયાસો છતાં વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને તેમને અધિકાર નથી મળી રહ્યા તેમ પણ તેવોએ કહ્યું...વીમા કંપનીઓએ યોગ્ય આંકલન ન કર્યુ હોય તેના કારણે ખેડૂતોને તેમના હક્ક નથી મળી રહ્યા. જામનગર સંસદીયક્ષેત્ર્ ખેડૂતોના પાકવીમાના મુદ્દે રજૂઆત કરી હતી. અતિવૃષ્ટી હોય કે દુષ્કાળ હોય. વીમા કંપનીઓના સરવેની વાત આવે ત્યારે ખેડૂતોની સતત ફરિયાદ હોય છે કે વીમા કંપનીઓ ગ્રાઉન્ડ પર નથી આવતા. અમે એ વાતના સાક્ષી છે કે વીમા કંપની દ્વારા મળવા પાત્ર વળતર મળતું નથી. આમ ખેડૂતોના પ્રશ્ને જામનગર ના સાંસદે સતર્કતા દાખવીને દેશની સંસદમાં જગતના તાતને અન્યાય ના થાય અને યોગ્ય વળતર મળી રહે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો.