ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યના કલેકટરો, અને ડીડીઓ ની યોજાઈ બેઠક..

જાણો શું રહ્યા મુદ્દાઓ...

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યના કલેકટરો, અને ડીડીઓ ની યોજાઈ બેઠક..

Mysamachar.in-ગાંધીનગર:

તાજેતરમાં જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામા રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં સ્પષ્ટપણે દિશાનિર્દેશ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સર્વગ્રાહી વિકાસને જ એક માત્ર એજન્ડા તરીકે કેન્દ્રમાં રાખી એસર્ટીવ બનીને પારદર્શીતા, ટ્રાન્સપરન્સીથી કાર્યરત થઇ લોકોને વિના વિલંબે યોજનાઓના લાભ મળે, ધક્કા ન ખાવા પડે, પાઇ-પૈસો આપવા ન પડે તેવી ફૂલપ્રુફ સિસ્ટમ જિલ્લાનાતંત્ર દ્વારા ઉભી કરવામાં આવે..વધુમાં જિલ્લા કક્ષાએથી તંત્ર દ્વારા આપવાની થતી પરવાનગીઓ, લાયસન્સ, પરમીટ જેવી આવશ્યક બાબતોનું એક લીસ્ટ તૈયાર કરી મહત્તમ સુવિધાઓ ઓન લાઇન કરવાનું સૂચન પણ આ બેઠકમાં કરવામાં આવ્યું હતું,

કલેકટરો-ડી.ડી.ઓ.ને રૂટિન કામગીરી તો પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ થાય છે.હવે I.T. સિસ્ટમ, ડેટા કલેકશન, કોમ્પ્યુટર બધા જ અદ્યતન સાધનોના ઉપયોગથી બદલાવ-ચેઇન્જ લાવી નવા નિર્ણયો કરવાની માનસિકતા કેળવવી પડશે. દરેક જિલ્લામાં એક તાલુકાને સ્પેશ્યલ કેસ તરીકે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી વિકાસ કામો અને વિવિધ યોજનાઓમાં અગ્રેસર બનાવવા પણ જરૂરી સુચનો સી.એમ.દ્વારા કરવામાં આવ્યા હતા, રાજ્યના લોકહિતમાં લેવાયેલા નિર્ણયોનો યોગ્ય અને સુચારૂ અમલ થાય તેમજ ઝીરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનથી NA પ્રક્રિયામાં હ્યુમન ઇન્ટરફિયરન્સ વિના તથા પેપર લેસ વ્યવસ્થા કરી ૧ માસમાં બધી જ NA પ્રક્રિયા ઓન લાઇન કરવાની બાબતને પ્રાયોરિટી આપવા સૂચનો કર્યા હતા. ૭/૧ર અને ૬ માં ત્વરાએ નોંધ થઇ જાય તેની પણ કાળજી લેવા તાકિદ કરી હતી.ફિલ્ડ વિઝીટ, જનસેવા કેન્દ્રોની કામગીરીનું મૂલ્યાંકન, તલાટીઓની કામગીરી પર નિરીક્ષણ કરીને ફિડબેક મેળવવા તાકિદ કરી હતી.