જામનગરમાં અભ્યાસ કરતી તબીબી વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી અમદાવાદમાં મોત 

મૂળ પાટણની વિદ્યાર્થીની 

જામનગરમાં અભ્યાસ કરતી તબીબી વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી અમદાવાદમાં મોત 

Mysamachar.in-જામનગર:

જામનગરમાં આવેલ એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં રહીને એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ પાટણની વતની તબીબી વિદ્યાર્થીનીને થોડાદિવસો પૂર્વે જામનગરમાં તાવ આવ્યા બાદ તે પોતાના વતન પાટણ ખાતે જતી રહી હતી, અને જ્યાં તેણીનો ડેન્ગ્યુનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તબીબી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે.